Pahalgam Terror Attack : દુશ્મન દેશની નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Pahalgam Terror Attack : તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 26 લોકોના મૃત્યું થયા છે. આ ઘટના બાદ પણ પાકિસ્તાન તરફથી નાપાક હરકત અટકવાનું નામ નથી લઇ રહી. 25 અને 26 એપ્રિલના રોજ મોડી રાત્રે લાઇન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાન દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેની સામે ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જબાવ આપતા કાર્યવાહી કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન સુધર્યું નથી
દુનિયાભરમાં ચકચાર મચાવનાર પહલગામ આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન સુધર્યું નથી. આ વાતની સાબિતી આપતી ઘટનાઓ વિતેલી બે રાત્રીથી સામે આવી રહી છે. લાઇન ઓફ કંટ્રોલ પાસે આવેલી વિવિધ પાકિસ્તાની ચોકી દ્વારા ગોળીબારી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોઇ પણ પ્રકારે ઉકસાવ્યા વગર આ પ્રકારે ફાયરીંક કરવામાં આવી છે. જો કે, આ કૃત્ય બાદ સામે ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાક્રમમાં કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી
ભારતીય સેનાના સુત્રોના જણાવ્યા અનુસાર, 25 - 26 એપ્રિલના રોજ રાત્રીના સમયે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર પાકિસ્તાની સેનાની અલગ અલગ ચોકીઓ દ્વારા કોઇ પણ પ્રકારના ઉકસાવ વગર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેની સામે ભારતીય સેનાના સૈનિકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી.
આ પણ વાંચો --- Pahalgam Terrorist Attack : 'તેમની વચ્ચે વર્ષોથી લડાઇ ચાલે છે,' ભારત-પાક તણાવ પર ટ્રમ્પનું નિવેદન