Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan News : હોસ્પિટલની ઘોર બેદરકારી, બાળકના બદલામાં પરિવારને મૃત બાળકી સોંપી

Pakistan Hospital News : લાહોર (Lahore) ની એક હોસ્પિટલ (Hospital) માં ચોંકાવનારો કિસ્સો (A Shocking Case) સામે આવ્યો છે. આ હોસ્પિટલ પર બાળકો (Child) ને બદલવાના ગંભીર આરોપો લાગ્યા છે, જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ (Police Complaint) કરવામાં આવી...
pakistan news   હોસ્પિટલની ઘોર બેદરકારી  બાળકના બદલામાં પરિવારને મૃત બાળકી સોંપી

Pakistan Hospital News : લાહોર (Lahore) ની એક હોસ્પિટલ (Hospital) માં ચોંકાવનારો કિસ્સો (A Shocking Case) સામે આવ્યો છે. આ હોસ્પિટલ પર બાળકો (Child) ને બદલવાના ગંભીર આરોપો લાગ્યા છે, જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ (Police Complaint) કરવામાં આવી છે. આરોપ છે કે હોસ્પિટલ મેનેજમેન્ટે (Hospital Management) બાળકને બદલે મૃત બાળકી પરિવારને સોંપી દીધી. FIR દાખલ થયા પછી, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Advertisement

ગુનેગારોને બચાવવાનો થઇ રહ્યો છે પ્રયાસ

વાસ્તવમાં એક પરિવાર તેમના 4 દિવસના બીમાર બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લાઇ ગઇ હતી. સારવાર દરમિયાન બાળકની સ્થિતિમાં સુધારો થયો ન હતો. તબીબોએ બાળકને મૃત જાહેર કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. પરિવારજનો પણ બાળકનો મૃતદેહ જોયા વગર લઈ આવ્યા હતા. જ્યારે મૃતદેહને દફનાવવા માટે લઈ જવામાં આવ્યો ત્યારે પરિવારને ખબર પડી કે આ મૃતદેહ બાળકનો નથી પરંતુ બાળકીનો છે. બાળકીના પિતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને કહ્યું કે તેઓ બાળકને સારવાર માટે લાવ્યા હતા, બાળકીને નહીં. પરંતુ સાચો જવાબ ન મળતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને હોસ્પિટલ મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે સંબંધિત ડોક્ટરો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે અધિકારીઓએ હોસ્પિટલમાં જઈને તપાસ કરી તો ખબર પડી કે બાળક ગુમ થઈ ગયું છે.

હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપો

આ ઘટના સામે આવ્યા બાદ પંજાબના આરોગ્ય વિભાગે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. વળી, હોસ્પિટલ મેનેજમેન્ટે તપાસ માટે 3 વરિષ્ઠ ડોકટરોની કમિટીની રચના કરી હતી. કમિટીની તપાસમાં સમગ્ર મામલો સ્પષ્ટ થશે તેવી આશા હતી. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેણે તમામ ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફ મેમ્બરો સાથે વાત કરી છે. હોસ્પિટલના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે. પરંતુ રિપોર્ટમાં ક્યાંય પણ ચાઈલ્ડ સ્વિચિંગનો ઉલ્લેખ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકીની હાલત નાજુક છે. તેને વેન્ટિલેટર સપોર્ટની જરૂર હતી. સાથે જ તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. આ પછી, બાળકના માતા-પિતાએ સારવારનો ઇનકાર કર્યો હતો અને રજાના ફોર્મમાં સહી કરીને સ્વેચ્છાએ બાળકને લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. તેમણે કમિટીનો રિપોર્ટ પણ મેળવી લીધો છે.

Advertisement

આ પણ વાંચો - NASA Warning : 8 જુલાઈએ થઇ જશે પૃથ્વીનો અંત!

આ પણ વાંચો - Pakistan માં અફઘાનિસ્તાન બોર્ડર પાસે કારમાં બ્લાસ્ટ, પૂર્વ સાંસદ સહિત 4 લોકોના મોત…

Advertisement

Tags :
Advertisement

.