અમદાવાદના ઘાટલોડીયા વિસ્તાર ખાતે આવેલી સતત વિવાદમાં રહેતી ત્રિપદા સ્કૂલનું વધું એક કૌભાંડ બહાર આવ્યુ છે. ત્રિપદા સ્કૂલે શિક્ષકોના નામે બારોબાર લોન ઉપાડી છે. શિક્ષકના નામે લોન ઉપડ્યાના શિક્ષકે વાંધો ઉઠાવતા શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકાયો છે. સ્કુલે આત્મ નિર્ભર ભારત યોજના અંતર્ગત શિક્ષકના નામે લોન લીધી હતી. વિનોદ ચાવડા નામના શિક્ષકે CM ઓફિસમાં ફરિયાદ કરતા CMO ઓફિસે તપાસના આદેશ
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તાર ખાતે આવેલી સતત વિવાદમાં રહેતી ત્રિપદા સ્કૂલનું વધું એક કૌભાંડ બહાર આવ્યુ છે. ત્રિપદા સ્કૂલે શિક્ષકોના નામે બારોબાર લોન ઉપાડી છે. શિક્ષકના નામે લોન ઉપડ્યાના શિક્ષકે વાંધો ઉઠાવતા શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકાયો છે. સ્કુલે આત્મ નિર્ભર ભારત યોજના અંતર્ગત શિક્ષકના નામે લોન લીધી હતી. વિનોદ ચાવડા નામના શિક્ષકે CM ઓફિસમાં ફરિયાદ કરતા CMO ઓફિસે તપાસના આદેશ આપ્યા છે. સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટ વિરુદ્ધ CM કાર્યાલયે લોન સંદર્ભે તપાસના આદેશ આપ્યા છે.
કોરોનાકાળ દરમિયાન સ્કૂલ દ્વારા શિક્ષકોને પગાર ના ચૂકવવો, તેમજ ભૂતકાળમાં ફી મામલે મનમાની કરાતી હોવાની અનેક ફરિયાદો ત્રિપદા સ્કૂલ સામે થતી રહી છે ત્યારે આ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. શિક્ષક વિનોદ ચાવડા સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. શિક્ષકે કહ્યું કે જે લોન માટે રાજ્યભરમાં લાઈનો લાગતી હતી તે લોન અમને સરળતાથી માત્ર 4 દિવસમાં જ મળી ગઈ. અમને આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારો પગાર કરવા માટે લોન લેવાની જરૂર છે.અમારી સ્કૂલ ત્રિપદામાં આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન માટે કેમ્પ લગાવવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ત્રિપદા સ્કૂલના સંચાલકે શાળાના 70 થી 80 જેટલા લોકોના નામે છેતરપિંડી કરી લોન લીધી છે, જેમને લોન મળવી જોઈએ એમના બદલે શિક્ષકોના નામે લોન લઈ લીધી. ત્રિપદા સ્કૂલના સંચાલકોએ અંદાજે 80 લાખનું કૌભાંડ આચરી લોન લીધાનો શિક્ષકે આક્ષેપ કરતાં કહ્યું કે શાળા સંચાલકોએ GSC બેંક સાથે મળીને કૌભાંડ આચર્યાની મેં ફરિયાદ કરી છે.