Pakistan Force Exposed : દંભનો જુઠ્ઠો દેખાડો કરવા જતા હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ એરફોર્સ
- પાકિસ્તાનની સૈન્ય ક્ષમતામાં જે પ્લેન નથી તે વીડિયોમાં દર્શાવાયા
- હકીકતે અન્ય દેશોની ઉપલબ્ધીને પોતાની ક્ષમતા ગણાવી અપપ્રચાર
- વીડિયો રીલીઝ થયાના ગણતરીના સમયમાં જ યુઝર્સે સત્ય શોધી કાઢ્યું
Pakistan Force Exposed : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) જીવ ગુમાવનારા 26 પ્રવાસીઓની ઘટનાનો પાકિસ્તાનને ભારતનો વળતો પ્રહાર હજી બાકી છે. ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે, તેઓ આ હુમલો કરનારાઓને કે તેમના આકાઓને છોડવામાં આવશે નહીં. ભારતના આકરાવલણથી ડરીને પાકિસ્તાને તાજેતરમાં પોતાનો બડાઈ મારતો એક પ્રચાર વિડિઓ બહાર પાડ્યો છે. જેમાં J-10C અને JF-17 બ્લોક-III વિમાનો બતાવવામાં આવ્યા છે. જો કે, આ વીડિયોના 'પોસ્ટમોર્ટમ' માં જ પાકિસ્તાનની ચાલાકી ખુલ્લી પડી ગઈ છે.
ફાઇટર પ્લેન ઉડતા બતાવવામાં આવ્યા
પાકિસ્તાનને સતત ડર છે કે, ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. તેને હજુ પણ છેલ્લા બે યુદ્ધના પરિણામો યાદ છે. તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ વિભાગે પોતાની જુઠ્ઠી તાકાત બતાવવા એક વીડિયો રીલીઝ કર્યો છે. જેમાં J-10C અને JF-17 બ્લોક-III જેવા ફાઇટર પ્લેન ઉડતા બતાવવામાં આવ્યા છે. સાથે જ પ્લેન કેટલાક ડ્રોનનો નાશ કરતા પણ તેમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો, તે બાદ ગણતરીના સમયમાં જ દંભી અને જુઠ્ઠા પાકિસ્તાનનો અસલી રંગ ખુલ્લો પડી ગયો છે.
કોમ્પ્યુટર-જનરેટેડ ઈમેજરી એનિમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો
વીડિયો બારીકાઇપૂર્વક નિરીક્ષણ કરતા સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાની એરફોર્સે પોતાની તાકાત દર્શાવવા માટે સ્પેસએક્સના રોકેટ લોન્ચ ફૂટેજીસ, રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમ અને અમેરિકન ફાલ્કન રોકેટની કેટલીક ક્લિપ્સનો તેમાં ઉપયોગ કર્યો છે. આ બધાનો પાકિસ્તાની વાયુસેના સાથે કોઈ સંબંધ નથી. જુઠ્ઠુ પાકિસ્તાન આટલેથી નહીં અટક્યું, વીડિયોમાં કેટલીક જગ્યાએ તો CGI એટલે કે કોમ્પ્યુટર-જનરેટેડ ઈમેજરી એનિમેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને પણ વાયુસેનાની ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી. નિષ્ણાતો પાકિસ્તાનના આ વીડિયોને માત્ર એક અપપ્રચાર ગણાવી રહ્યા છે.
પાકિસ્તાની સૈનિકોનો સરહદ પર અંધાધૂંધ ગોળીબાર
પાકિસ્તાનનો આ વીડિયો દર્શાવે છે કે, ભારતના ડરને કારણે તેઓ ભયાનક તણાવમાં છે. આ વચ્ચે પાકિસ્તાની સૈનિકો છેલ્લા પાંચ રાતથી સરહદ પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે, જેનો ભારતીય સૈનિકો યોગ્ય જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો --- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધ વચ્ચે USA ના વિદેશ વિભાગનું મોટુું નિવેદન