Pahalgam Attack બાદ મોટી કાર્યવાહી, 60 જગ્યાએ દરોડા, પાકિસ્તાની નાગરિકો રવાના
Pahalgam Terror Attack : 22, એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં 26 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા આ ઘટના બાદથી ભારત સરકાર અને ભારતીય સેના દેશની સુરક્ષા વધારવા અને દુશ્મનોનો સફાયો કરવા માટે એક પછી એક નાની-મોટી કાર્યવાહી કરી રહી છે. વિતેલા 48 કલાકમાં 6 આતંકવાદીઓના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ આતંકવાદીઓની ઇકોસિસ્ટમને તબાહ કરવા માટે ભારતીય સેનાની મેરેથોન કાર્યવાહી ચાલુ છે.
મહત્વની કામગીરી માત્ર પાંચ પોઇન્ટમાં સમજો
1 - પીટીઆઇને જમ્મુ-કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, શનિવારે શ્રીનગરમાં આતંકીઓના સંભવિત સ્થાન મનાતા 60 થી વધુ જગ્યાએ સુરક્ષા એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને અનંતનાગમાં શંકાસ્પદ ગતિવિધી પર નજર રાખવા માટે સમગ્ર જિલ્લામાં મોબાઇલ ચોકીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
2 - સુત્રોના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિને છોડીને ઉત્તરપ્રદેશમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર પરત મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે ડીજીપી પ્રશાંત કુમારે મીડિયાને જણાવ્યું કે, ભારત સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારના સૂચન અનુસાર, તમામ શ્રેણીઓમાં આવતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે.
3 - ઉત્તરપ્રદેશના ડીજીપીએ ઉમેર્યું કે, રાજ્યમાં રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓ, પર્યટકો, વેપારી, વિક્રેતાઓને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. તેમની જોડે કોઇ પણ પ્રકારે અપ્રિય ઘટના ટાળવા આ પગલું લેવામાં આવ્યું છે.
4 - એફબીઆઇના કાશ પટેલે પહલગામ આતંકી હુમલામાં ભારતને સમર્થન આપ્યું છે. અને કહ્યું છે કે, એફબીઆઇ કાશ્મીરમાં થયેલા હુમલામાં પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે. અને ભારત સરકારને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે. આતંકવાદી પ્રવૃત્તિઓ આપણી દુનિયા સામેના ખતરાને સતત યાદ અપાવે છે. અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરીએ. આ ઘટના બાદ વળતો જવાબ આપનારા તમામનો આભાર
5 - આમ આદમી પાર્ટીના સંજય સિંહે આતંકી હુમલામાં કેન્દ્ર સરકાર પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયાને કહ્યું કે, સુરક્ષામાં ખામીઓ હતી. આ એક દુખદ ઘટના છે. સર્વદલીય બેઠકમાં આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે, પ્રધાનમંત્રીએ આ હુમલા પાછળના અપરાધિયોને નેસ્ત-નાબુદ કરવા જોઇએ.
આ પણ વાંચો --- Pahalgam Attack: 'આતંકવાદ માટે કોઈ સ્થાન નથી', ઈરાની રાષ્ટ્રપતિએ PM મોદીને ફોન કર્યો, પહેલગામ હુમલાની કડક નિંદા કરી