પાકિસ્તાની નાગરિકોને 'સ્વાસ્થ્ય સંજીવ'ની પૂરી પાડતા ભારત વિરૂદ્ધ ન્યુક્લિયર બોમ્બની ધમકી
- વર્ષ 2019 થી 2024 દરમિયાન 1,228 પાકિસ્તાની નાગરિકોએ મેડિકલ વિઝા મેળવ્યા
- દર બીજા દિવસે એક પાકિસ્તાની ભારત આવ્યો છે, અને સારવાર રૂપી રાહત માંગી છે
- ભારતે કોરોના મહામારી દરમિયાન પણ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપ્યા હતા
Pahalgam Terror Attack : પહલગામ હુમલા પછી પાકિસ્તાન ભારત (INDIA PAKISTAN TENSION) વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યું છે. પોતે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ હોવાની બડાઈ મારીને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે. બીજી બાજુ ભારત પાકિસ્તાનના નાગરિકોને તબીબી સુવિધાઓ રૂપી સ્વાસ્થ્ય સંજીવની આપીને જીવનદાન આપી રહ્યું છે. જ્યારે પણ પાકિસ્તાની નાગરિકો કોઈ અસાધ્ય કે જીવલેણ રોગનો ભોગ બને છે, ત્યારે તેમને પહેલું ભારત યાદ આવે છે.
રૂ. 35 થી 40 લાખ સુધીની મફત સારવાર મેળવી ચૂક્યા છે
સુત્રોના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય સેવાઓ અંગે પાકિસ્તાન માટે ગલ્ફ દેશોની તુલનામાં ભારત પહેલી પસંદગી બન્યું છે. અહીં તેઓ ઓછા ખર્ચે અથવા તો મફતમાં સારવાર મેળવી શકે છે. વિતેલા વર્ષોના આંકડા અનુસાર, છેલ્લા છ વર્ષમાં, સરેરાશ, દર બીજા દિવસે એક પાકિસ્તાની ભારત આવ્યો છે, અને સારવાર રૂપી રાહત માંગી છે. આમાંના ઘણા પરિવારોએ પોતે ગરીબ હોવાનું જાહેર કરીને, ભારતની હોસ્પિટલોમાં રૂ. 35 થી 40 લાખ સુધીની મફત સારવાર મેળવી ચૂક્યા છે. જેની ભરપાઇ ભારતની સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવીહોવાનું સપાટી પર આવ્યું છે. ભારતે કોરોના મહામારી દરમિયાન પણ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપ્યા હતા, તે સમયે તેમને હોસ્પિટલોમાં બેડ મળી શકતા ન્હતા.
ભારત દર વર્ષે સેંકડો પાકિસ્તાનીઓને મોતના મુખમાંથી બચાવી રહ્યું છે
વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, વર્ષ 2019 થી 2024 દરમિયાન 1,228 પાકિસ્તાની નાગરિકોએ મેડિકલ વિઝા મેળવ્યા હતા. તેમણે દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ચેન્નાઈ, મુંબઈ, બેંગ્લોર અને અમદાવાદની મોટી ખાનગી હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી હતી. પાકિસ્તાનના દર્દીઓ કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ન્યુરો સર્જરી માટે ભારત આવતા હોય છે. નવી દિલ્હી સ્થિત હેલ્થકેર પ્રોવાઇડર્સ એસોસિએશન AHPI ના ડાયરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાની કહે છે કે ભારત દર વર્ષે સેંકડો પાકિસ્તાનીઓને મોતના મુખમાંથી બચાવી રહ્યું છે.
48 બાળકો હૃદયરોગના દર્દીઓ હતા
વિદેશ મંત્રાલયના અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2005 થી 2015 દરમિયાન 180 પાકિસ્તાની બાળકોની ભારતની હોસ્પિટલોમાં મફત સારવાર કરવામાં આવી હતી. આ યોજના ઇસ્લામાબાદમાં ભારતીય દુતાવાસની પહેલ પર લાગુ કરવામાં આવી હતી. આમાંથી 48 બાળકો હૃદયરોગના દર્દીઓ હતા જેમની સારવાર બેંગલુરુ અને દિલ્હીની હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો --- Pahalgam Attack બાદ આજે કેન્દ્રિય મંત્રી મંડળની પહેલી બેઠક, PM મોદી લઇ શકે છે મોટો નિર્ણય