'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' કોને મળશે લાભ અને કોણ રહેશે દાયરા બહાર?
Delhi CM Atishi Marlena : દિલ્હી સરકારે રાજધાનીની મહિલાઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ, 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને રૂ. 1000 આપવાની યોજના લાગુ કરવામાં આવશે. વધુમાં ચૂંટણી પછી આ રકમ વધારીને દર મહિને રૂ. 2100 કરવામાં આવશે. શુક્રવારે મુખ્યમંત્રીએ યોજનાની શરતો અને પાત્રતાની માહિતી આપી હતી.
કોને આ યોજનાનો લાભ મળશે?
18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ જે દિલ્હીનો રહેવાસ ધરાવે છે અને 12 ડિસેમ્બર, 2024 ના રોજ મતદાર તરીકે નોંધાયેલા છે, તેઓ આ યોજનામાં પાત્ર રહેશે. આ યોજના ખાસ કરીને તે મહિલાઓ માટે છે જે આર્થિક રીતે નિર્ભર નથી અને જે નાણાકીય મદદની જરૂરિયાત ધરાવે છે.
લાભના દાયરાથી બહાર રહેનારી મહિલાઓ
- સરકારી કર્મચારીઓ અને નિવૃત્તકર્મીઓ : આ યોજનાનો લાભ તે સરકારી મહિલા કર્મચારીઓ કે નિવૃત્ત મહિલાને નહીં મળે, જેઓ કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અથવા MCD માટે સેવા આપતી હોય.
- લોકપ્રતિનિધિઓ : મહિલા ધારાસભ્યો, સાંસદો, કાઉન્સિલરો અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અથવા કાઉન્સિલરો પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
- આવકવેરા ચૂકવતી મહિલાઓ : જે મહિલાઓ આવકવેરા ભરે છે, તે આને પાત્ર નથી.
- પેન્શન યોજનાનો લાભ લઈ રહેલી મહિલાઓ : વૃદ્ધાવસ્થા પેન્શન અથવા વિધવા પેન્શન જેવી યોજનાનો લાભ મેળવતી મહિલાઓ આ યોજનામાં સામેલ નહીં થાય.
#WATCH | Delhi CM Atishi speaks on 'Mukhyamantri Mahila Samman Yojana'; says, "...This was notified last evening. Now, work is underway to work on the registration process. We will make an effort to see that in next 7-10 days, the registration process for Mahila Samman Yojana… pic.twitter.com/IpHPlfSoWi
— ANI (@ANI) December 13, 2024
યોજનાનું રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે?
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યોજનાનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. રજીસ્ટ્રેશન આગામી 7-10 દિવસમાં શરૂ થશે, જેમા મહિલા અરજી કરી શકશે. દરેક પાત્ર મહિલા માટે પોતાની જરૂરિયાત અનુસાર આ સહાય માટે આગળ આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને, ચૂંટણી પહેલાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવાની સરકારની યોજના છે.
યોજનાના નાણાં ક્યારે મળશે?
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, નાણાં વિતરણની તારીખ ચૂંટણી જાહેરાત પર આધાર રાખશે. જો ચૂંટણી પહેલા નાણા આપવાનું શક્ય થશે, તો 31 માર્ચ, 2025 સુધીમાં એક અથવા બે હપ્તામાં યોજનાના લાભાર્થીઓને મળી જશે. આ માટે સરકાર દ્વારા 2000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: એ જ એગ્રેસન અને એ જ અંદાજ! રાહુલના રસ્તે સંસદમાં ચાલ્યા Priyanka Gandhi