Pahalgam Attack બાદ પાકિસ્તાન ગૃહયુદ્ધની કગાર પર, સૈનિકોની પીછેહઠથી યુદ્ધ પહેલા હાર શરૂ
- પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પહેલાથી જ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે
- તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે એક મોટો અને ઐતિહાસિક કરાર થયો
- અત્યાર સુધીમાં પાકિસ્તાની સેનાના 250 ઉચ્ચ અધિકારીઓ અને 1200 સૈનિકોએ રાજીનામું આપી દીધું છે
Pahalgam Terror Attack : ભારત (INDIA) ને લોહી વહેવડાવવાની ધમકી આપતા પાકિસ્તાન (PAKISTAN) માં પાણી માટે ગૃહયુદ્ધ (PAKISTAN FORCED INTO CIVIL WAR) જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સિંધુ જળ સંધિ પર રોક લગાવ્યા બાદ પાકિસ્તાનના બે પ્રાંત એકબીજાની સામ-સામે આવી ગયા છે. પાણીની અછતને લઈને સિંધ અને પંજાબમાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. રસ્તાઓ પર આગચંપી અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે કરાચી હાઇ-વે પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હોવાનું સપાટી પર આવ્યું છે. પ્રદર્શનકારીઓએ એક પોલીસ વાનને આગ ચાંપી દેતા મામલો બિચક્યો છે. ટોળાએ આટલેથી નહીં રોકાતા પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી દીધો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
દરરોજ પાકિસ્તાની સેનાના સૈનિકો મોતને વળગી રહ્યા છે
ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં પાણીની અછત સામે વિવિધ શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પહેલાથી જ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં દરરોજ પાકિસ્તાની સેનાના સૈનિકો મોતને વળગી રહ્યા છે. હવે કરાચીમાં સ્થિતી ગૃહયુદ્ધ તરફ જતી હોય તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. ભારતના એક પગલાથી પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ તરફ ધકેલાયું છે, આમ કહેવું સહેજ પણ ખોટું નથી.
એક મોટો અને ઐતિહાસિક કરાર થયો
બીજી તરફ ભારત આંખના પલકારામાં પાકિસ્તાનનો નાશ કરી શકે તે દિશામાં આગળ વધી રહ્યું છે. તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે એક મોટો અને ઐતિહાસિક કરાર થયો છે. આ કરાર પર દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર રાફેલ વિમાન અને 4 ડબલ સીટર રાફેલ વિમાન ખરીદશે.
ભારતીય હુમલાના ડરથી એક પછી એક રાજીનામું
બંને દેશો વચ્ચે તણાવની સ્થિતી વચ્ચે ભારતીય સેના રાફેલ સાથે સતત પ્રેક્ટિસ કરી રહી છે. બીજી બાજુ પાકિસ્તાની સેનામાં અંધાધૂંધી સર્જાઇ છે. રિપોર્ટસ અનુસાર, પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સૈનિકો ભારતીય હુમલાના ડરથી એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. પાકિસ્તાની સેનાની 12 મી કોર્પ્સ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના 120 અધિકારીઓ અને 400 સૈનિકોએ રાજીનામું ધરી દીધું છે. તેની અસર પશ્ચિમી સરહદ પર આવનાર પડશે, તેવું જાણકારો જણાવી રહ્યા છે.
પાકિસ્તાની સેના યુદ્ધ લડ્યા વગર જ આત્મસમર્પણ કરી રહી છે
તેવી જ રીતે, ફોર્સ કમાન્ડ નોર્ધન એરિયાના 80 ઉચ્ચ અધિકારીઓ અને 300 સૈનિકોએ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાઓની સીધી અસર માઉન્ટેન બટાલિયન પર જોવા મળનાર હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ 1 કોર બટાલિયનના 50 અધિકારીઓ અને 500 સૈનિકોએ પણ રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં પાકિસ્તાની સેનાના 250 ઉચ્ચ અધિકારીઓ અને 1200 સૈનિકોએ રાજીનામું આપી દીધું છે. આ સંખ્યા આવનાર સમયમાં વધી શકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની સેના યુદ્ધ લડ્યા વગર જ આત્મસમર્પણ કરી રહી છે.
આ પણ વાંચો --- Pakistan ની કસ્ટડીમાં BSF જવાન, અધિકારીઓ પાસે જવાબ માંગવા ચંદીગઢ પહોંચી તેની ગર્ભવતી પત્ની