Pahalgam Attack : ભારતની કાર્યવાહીથી ફફડ્યું પાકિસ્તાન, ડોક્ટરો-એમ્બ્યુલન્સ એલર્ટ પર
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાને ચોતરફથી ઘેરી રહ્યું છે. ધીરે ધીરે પાકિસ્તાન લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. આ બાદ પણ ભારતે કાર્યવાહી ચાલુ રાખતા પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાન વિરૂદ્ધ કોઇ મોટી કાર્યવાહી થવાની આશંકાએ પાકિસ્તાન (PAKISTAN) માં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ (DOCTOR AND MEDICAL STAFF) ની તમામ રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અને એમ્બ્યુલન્સને એલર્ટ પર મુકવામાં આવી છે. પાકિસ્તાનમાં ડરનો અહેસાસ સમજવા માટે આ કિસ્સો પુરતો છે. બીજી તરફ ઝેલમ નદીનું જળસ્તર વધતા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હટ્ટિયન બાલા ક્ષેત્રમાં પૂરની સ્થિતિના પગલે ઈમરજન્સીની સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. તેવામાં ગારી દુપટ્ટા, મઝોઈ, મુઝફ્ફરાબાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અંગે નાગરિકોને મસ્જિદોમાંથી સતત ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
9 આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરવામાં આવ્યા
ભારત દ્વારા પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની સાથે જમ્મુ અને કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓ વિરૂદ્ધ પણ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમને વીણી વીણીને દબોચવામાં આવી રહ્યા છે, અને સાથે જ તેમના નિવાસ સ્થાનોને ધ્વસ્ત કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા 9 આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
મદદ કરનારા લોકોના 64 ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી
બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા પહલગામ આતંકી હુમલાની ઘટનાની તપાસ પ્રતિષ્ઠિત નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને સોંપી છે. એનઆઇએની ટીમ પહલગામ મામલે કેસ ડાયરી અને એફઆઇઆર લેશે. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી નેટવર્કને તોડવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં યુએપીએ હેઠળ આતંકવાદીઓની મદદ કરનારા લોકોના 64 ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી છે. આમ, ભારત સરકાર એક પછી એક આતંકવાદીઓ પર તવાઇ લાવી રહ્યું છે, અને ભારતની કડક કાર્યવાહી જોઇને દુશ્મન દેશ ધૂંઆપૂંઆ થઇ રહ્યું હોય તેવું તેના નિર્ણયો પરથી જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- Pahalgam Terror Attack : પહેલગામ હુમલાને લઈને Shahid Afridi નું વિવાદાસ્પદ નિવેદન