Terror Attack બાદ ભારતના વલણથી ફફડી ઉઠેલા પાકિસ્તાનના રક્ષા મંત્રીની સુફીયાણી વાતો
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટનામાં 26 ભારતીયોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ ભારતે ચોતરફથી પાકિસ્તાનને ઘેર્યું છે. જેમાં ભારતની વ્યુહાત્મક જીત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વપ્રતિષ્ઠિત ન્યુયોર્ક ટાઇમ્સ અખબાર અનુસાર, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે (Pakistan's defence minister, Khawaja Asif) જણાવ્યું કે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ કરશે. ભારતે સબુત અને તપાસ વગર પાકિસ્તાનને દંડિત કરવા માટે પગલાં ભર્યા છે. આ નિવેદન દર્શાવે છે કે, પાકિસ્તાન સામે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા પગલાંની જોરદાર અસર વર્તાઇ રહી છે. અને પાકિસ્તાન રીતસરનું ફફડી ઉઠ્યું છે.
અમે યુદ્ધ નથી ઇચ્છતા
ન્યુયોર્ક ટાઇનમ્સ અનુસાર, પાકિસ્તાન દ્વારા પહલગામ આતંકી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસની માંગ કરવામં આવી છે. જેમાં પાકિસ્તાન સહયોગ કરશે. રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કેે, ભારત કોઇ પણ સબુત અને તપાસ વગર પાકિસ્તાનને દંડિત કરી રહ્યું છે. અમે યુદ્ધ નથી ઇચ્છતા, યુદ્ધથી ભારે તબાહી મચી શકે તેમ છે.
અમારી સરકાર પહલગામ હુમલાની નિંદા કરે છે
આતંકી હુમલાની જવાબદારી લેનારા ટીઆરએફ અને લશ્કરને પાકિસ્તાનના સમર્થન અંગે રક્ષામંત્રીએ કહ્યું કે, લશ્કર - એ - તૌયબા અસ્તિત્વમાં નથી. મેં ધ રેજિસ્ટેંસ ફ્રંટ અંગે કંઇ સાંભળ્યું નથી. લશ્કર એક જુનું નામ છે. તેનું કોઇ અસ્તિત્વ નથી. અમારી સરકાર પહલગામ હુમલાની નિંદા કરે છે. પાકિસ્તાન અનેક વર્ષોથી આતંકવાદનો શિકાર થઇ રહ્યું છે.
આ પણ વાંચો ---Pahalgam Terrorist Attack : 'તેમની વચ્ચે વર્ષોથી લડાઇ ચાલે છે,' ભારત-પાક તણાવ પર ટ્રમ્પનું નિવેદન