Pahalgam Attack બાદ ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં દવાઓની ભારે અછત સર્જાશે
Pahalgam Terror Attack : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ મજબુત વ્યુહાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેને પગલે દિવસેને દિવસે પાકિસ્તાન લાચારીમાં ધકેલાઇ રહ્યું છે. ભારતે સિંધુ નદીનું જળ રોકતા પાકિસ્તાન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. તે બાદ હવે વેપાર નહીં કરવાના નિર્ણયને પગલે પાકિસ્તાનમાં દવાઓની ભારે અછત સર્જાય (OUT OF MEDICINE - PAKISTAN) તેવી શક્યતાઓ સપાટી પર આવી છે. પાકિસ્તાન (PAKISTAN) ના ફાર્મા સેક્ટર માટે 40 ટકા રો મટીરીયલ ભારતમાંથી સપ્લાય થાય છે. ભારત દ્વારા પાકિસ્તાન જોડે વેપાર પર રોક લગાડવામાં આવી છે. જેની અસર ટુંક સમયમાં મોટા પ્રમાણમાં વર્તાય તેવી વકી છે.
વૈકલ્પિક વ્યવસ્થા પર ગહન વિચાર
એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા સત્તાવાર રીતે કોઇ સૂચના જારી કરી નથી. પરંતુ આડકતરી રીતે ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. જેને પગલે નજીકના ભવિષ્યમાં દવાઓની ભારે અછત કાબુમાં કરી શકાય. આ મામલે જાણકારનું કહેવું છે કે, દવા સંબંધિત જરૂરિયાતો માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા પર ગહન વિચાર કરી રહ્યા છીએ.
તાત્કાલિક ઉપાયો સામે ચેતવણી
પાકિસ્તાની ઓથોરીટી ચીન, રશિયા અને યુરોપના દેશોમાં વૈકલ્પિક સ્ત્રોત શોધવા નજર દોડાવી રહી છે. ખાસ કરીને એન્ટી રેબીઝ વેક્સીન, એન્ટી વેનમ વેક્સીન, કેન્સર વગેરેની દવાઓની અછત ના સર્જાય તેને પ્રાથમિકતા રાખવામાં આવી છે. સાથે જ ઉદ્યોગો અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આ પ્રકારના તાત્કાલિક ઉપાયો સામે ચેતવણી આપવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી
આમ, આતંકી હુમલા બાદ લીધેલા વ્યુહાત્મક પગલાંની અસર વર્તાઇ રહી છે. અને પાકિસ્તાન પાણી બાદ હવે દવાઓને લઇને લાચાર બનવા જઇ રહ્યું છે. આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી છે. અને આ સ્થિતીમાં દુનિયાભરના દેશોનું ભારતને સમર્થન છે. બીજી તરફ દબાવ વધતા પાકિસ્તાન પણ તપાસમાં સહયોગ આપવાની વાતને આગળ ધરી રહ્યું છે.
આ પણ વાંચો --- Pahalgam Attack બાદ કોંગ્રેસના સાંસદે કહ્યું, 'PoK ને ભારતનો હિસ્સો બનાવવાનો સમય આવી ગયો છે'