ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : 'આ ડે. મેયર સાહેબ છે, તેમના પગ ન બગડે એટલે ઊંચકી લીધા...' વિપક્ષનો અનોખો વિરોધ

સુરતનાં ડેપ્યુટી મેયરને ફાયર ઓફિસરે ખભે બેસાડવાનો મામલો વિપક્ષે પાલિકાની મુખ્ય કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કર્યો ટેડીબેર પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવી નોંધાવ્યો વિરોધ ડેપ્યુટી મેયર પ્રજા સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી માગ સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા ડેપ્યૂટી મેયર...
07:59 PM Jul 31, 2024 IST | Vipul Sen
  1. સુરતનાં ડેપ્યુટી મેયરને ફાયર ઓફિસરે ખભે બેસાડવાનો મામલો
  2. વિપક્ષે પાલિકાની મુખ્ય કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કર્યો
  3. ટેડીબેર પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવી નોંધાવ્યો વિરોધ
  4. ડેપ્યુટી મેયર પ્રજા સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી માગ

સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા ડેપ્યૂટી મેયર (Deputy Mayor) પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત દરમિયાન કાદવથી બચવા માટે ફાયર ઓફિસરનાં (Fire Officer) ખભે બેસીને ગયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે અંગે વિપક્ષે ડેપ્યૂટી મેયરની આ હરકતને લઈ ભાજપ અને સત્તારૂઢ BJP સરકાર આ આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે વિપક્ષે મોગલીસરામાં (Moghlisra) પાલિકાની મુખ્ય કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કર્યા છે. ટેડીબેર પર ડેપ્યૂટી મેયરનો ફોટો લગાવી તેને ખભે બેસાડી ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ડે. મેયર પ્રજા સમક્ષ જાહેરમાં માફી માગે તેવી માગ પણ કરી હતી.

આ પણ વાંચો - Surat નાં ડે. મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા, શક્તિસિંહે BJP ને લીધી આડે હાથ!

ડેપ્યુટી મેયરને ફાયર ઓફિસરે ખભે બેસાડવા મામલે વિપક્ષનો વિરોધ

સુરતમાં (Surat) ધોધમાર વરસાદનાં કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, વરસાદના વિરામ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરતનાં (Surat) નવાગામ ડીંડોલીનાં (Nawagam Dindoli) કોર્પોરેટર અને પાલિકાનાં ડેપ્યૂટી મેયર નરેન્દ્ર પાટીલ ( Narendra Patil) મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ પરત ફરતી વખતે કાદવ-કીચડથી બચવા અને પોતાના બુટ ગંદા થતા અટકાવવા ડેપ્યૂટી મેયરે (Deputy Mayor) ફાયર ઓફિસરનાં ખભાનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટના બાદ વિપક્ષે (AAP) રાજ્યની ભાજપ સરકારને બરોબરની ઘેરી છે. વિપક્ષ દ્વારા મોગલીસરામાં પાલિકાની મુખ્ય કચેરી ખાતે આશ્ચર્યજનક રીતે ઊગ્ર દેખાવ કર્યા છે.

આ પણ વાંચો -Hyatt Hotel : મોંઘીદાટ હયાત હોટેલમાં બેદરકારીનો પુરાવો! સંભારમાંથી નીકળ્યો વંદો, થઈ કડક કાર્યવાહી

ટેડીબેર પર ડેપ્યૂટી મેયરનો ફોટો લગાવી ખભે બેસાડી વિરોધ

જણાવી દઈએ કે, પાલિકાની મુખ્ય કચેરીએ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષ દ્વારા ટેડીબેર (Teddy Bear) પર ડેપ્યૂટી મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભા પર ટેડીબેર મૂકી ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ પ્રજાની મજાક ઉડાવનારા ડેપ્યૂટી મેયર પ્રજા સમક્ષ જાહેરમાં માફી માગે તેવી માગ પણ કરી હતી. AAP દ્વારા ઢીંગલા પર નરેંદ્ર પાટીલનો ફોટો લગાવી વિરોધ દર્શાવાયો હતો. જો કે, વિરોધ કરનારાઓને SMC માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા. ડે. મેયર નરેન્દ્ર પાટીલનાં ફોટોવાળા ટેડીબેરને માર્શલો દ્વારા કબજે કરાયો હતો.

આ પણ વાંચો - Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને મોટી રાહત

Tags :
Aam Admi PartyAAPBJPBJP GovernmentCongressDeputy Mayor VideoFire OfficerGujarat FirstGujarati NewsMoghlisraNarendra PatilNawagam DindoliSuratteddy bearVikram Vetal
Next Article