Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bomb Threat : એકવાર ફરી આ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bomb Threat : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (Bomb Threats) મળી રહી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ (Devi Ahilyabai Holkar Airport) પર આ અઠવાડિયે બીજી વખત બોમ્બ બ્લાસ્ટ (bomb blast) ની ધમકી...
bomb threat   એકવાર ફરી આ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bomb Threat : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (Bomb Threats) મળી રહી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ (Devi Ahilyabai Holkar Airport) પર આ અઠવાડિયે બીજી વખત બોમ્બ બ્લાસ્ટ (bomb blast) ની ધમકી મળી છે. આ ઘટના બાદ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ધમકી સીધી એરપોર્ટ ડાયરેક્ટરના મેલ પર આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ ઓથોરિટીને Nobody નામના મેલ આઈડી પરથી આ ધમકીભર્યો મેલ મળ્યો છે.

Advertisement

અઠવાડિયામાં બીજી વખત મળી ધમકી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં સ્થિત દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તુરંત જ એરોડ્રોમ પોલીસ સ્ટેશનને જાણ કરી, જે પછી પોલીસે મામલાને ગંભીરતાથી લીધો, કેસ નોંધ્યો અને એરપોર્ટ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારબાદ પોલીસે ફોજદારી કેસ નોંધ્યો છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. એરપોર્ટ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, એરપોર્ટ ડાયરેક્ટરના મેઈલ આઈડી apdiindore@aai.aero પર ગુરુવારે સવારે 10.26 વાગ્યે BOMB વિષય પર ઈમેલ આઈડી nobody@dizum.com પર ઈ-મેલ આવ્યો હતો. ઈ-મેલમાં પેટ્રિક નામના વ્યક્તિએ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની ધમકી આપી હતી, પરંતુ તેમાં કોઈ સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એરોડ્રોમ પોલીસે મુખ્ય સુરક્ષા અધિકારી કરણ તિવારીની અરજી પર કેસ નોંધ્યો છે. જણાવી દઇએ કે, છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ઈન્દોર એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવામાં આવી છે. આના બે દિવસ પહેલા ઈન્દોર, ભોપાલ અને ગ્વાલિયર સહિત દેશભરના 50થી વધુ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીઓની તપાસ હજુ પૂરી થઈ નથી ત્યારે ફરી એકવાર ઈન્દોર એરપોર્ટ પરની આ ધમકીએ મેનેજમેન્ટને ચિંતામાં મૂકી દીધું છે.

Mail દ્વારા આપવામાં આવી રહી ધમકી

ઉલ્લેખનીય છે કે, 18 જૂને એક અજાણ્યા વ્યક્તિએ ભોપાલના રાજા ભોજ એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો હતો. આ અંગે ભોપાલ એરપોર્ટના ડાયરેક્ટર રામજી અવસ્થીએ ગાંધીનગર પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે CISFએ એરપોર્ટ પર સર્ચ હાથ ધર્યું હતું. ત્યાં હાજર લોકોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. તેવી જ રીતે, 29 એપ્રિલે, સવારે 9.30 વાગ્યે, ભોપાલ એરપોર્ટ મેનેજમેન્ટને તેના અજ્ઞાત ID 666darktriad@gmail.c om પરથી સત્તાવાર મેઇલ પર એક મેઈલ મોકલવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે એરપોર્ટ પરિસરમાં અને કેટલાક એરલાઇન્સના વિમાનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. તેને ટૂંક સમયમાં એક્ટિવ કરવામાં આવશે અને તેને ઉડાવી દેવામાં આવશે. આ પહેલા 12 મેના રોજ ભોપાલના રાજા ભોજ એરપોર્ટની સાથે દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનૌ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મુ, ઔરંગાબાદ, બાગડોગરા અને કાલિકટ એરપોર્ટને પણ ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી.

Advertisement

આ પણ વાંચો - Patna Airport ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષામાં વધારો કરાયો…

આ પણ વાંચો - Jammu Kashmir : બોમ્બથી ઉડવાની ધમકી મળતા 177 યાત્રિકોનો જીવ તાળવે ચોટ્યો

Advertisement

Tags :
Advertisement

.