Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Danish Kaneria : CAA ના અમલીકરણ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- હવે પાકિસ્તાની હિન્દુઓ

ભારતમાં ગઈકાલે એટલે કે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistani Hindus), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. જોકે, આ કાયદો ઉત્તર-પૂર્વના રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે નહીં. આ કાયદો લાગૂ...
danish kaneria   caa ના અમલીકરણ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું  હવે પાકિસ્તાની હિન્દુઓ

ભારતમાં ગઈકાલે એટલે કે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistani Hindus), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. જોકે, આ કાયદો ઉત્તર-પૂર્વના રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે નહીં. આ કાયદો લાગૂ થયા બાદ તેના પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ (Danish Kaneria) પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Advertisement

દાનિશને CAA ના અમલ પર વ્યક્ત કરી ખુશી

સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAA ને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં વર્ષ 2019 માં સંસદમાં પસાર થયેલો નાગરિકતા સંશોધન કાયદો (CAA) હવે અમલમાં આવી ગયો છે તેમ જણાવ્યું હતું. આ અંગે, દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. દરમિયાન, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ (Danish Kaneria) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને CAA ના અમલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. દાનિશનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, ભારતમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જે પહેલા દેશમાં નાગરિકતા સંશોધન બિલને (Citizenship Amendment Act) લીલી ઝંડી મળી ગઈ છે.

Advertisement

સોમવારે એટલે કે ગઈકાલે ગૃહ મંત્રાલયે CAA કાયદાના અમલીકરણની ઘોષણા કરતી એક યોગ્ય સત્તાવાર જાહેરાત કરી હતી. CAA ના અમલ પછી અફઘાનિસ્તાન, પાકિસ્તાન (Pakistani) અને બાંગ્લાદેશના (Bangladesh) હિન્દુ (Hindus), શીખ (Sikhs), જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવી સરળ બનશે. જો કે, ભારત સરકારના આ નિર્ણયને લઈ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ ખુશી વ્યક્ત કરી હતી. કનેરિયાએ CAA લાગુ કરવા બદલ પીએમ મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) આભાર માન્યો હતો. 43 વર્ષના કનેરિયાએ પોસ્ટમાં લખ્યું- "હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે."

Advertisement

દાનિશ કનેરિયાની ક્રિકેટ કારકિર્દી

પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન (Pakistani) તરફથી રમતા 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ અને 18 ODI મેચમાં 15 વિકેટ ઝડપી હતી. તેણે ફર્સ્ટ ક્લાસમાં 1024 વિકેટ લીધી હતી. દાનિશે T20માં 65 મેચ રમીને 87 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

આ પણ વાંચો - IND vs ENG : ભારતે ધર્મશાળા ટેસ્ટમાં મેળવી જીત, ત્રીજા દિવસે જ ઈંગ્લેન્ડને હરાવ્યું

આ પણ વાંચો - DCvsUPW 2024 : દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો, સીઝનમાં Hat-Trick લેનારી પહેલી ભારતીય બોલર બની

Tags :
Advertisement

.