Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે આ મોટા દેશે પણ ગાંજાને લીગલ કર્યો, ઘરમાં પણ ઉઘાડવાની આપી મંજૂરી

હવે વધુ એક દેશમાં ગાંજાને માન્યતા આપવામાં આવી છે. જી હા યુરોપના એક દેશે ગાંજાને લીગલ કર્યો છે. જર્મનીમાં ગાંજાને કાયદાકીય મંજૂરી અપાઈ છે. જર્મની સંસદ દ્વારા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્મનીમાં ગાંજો ( Marijuana )...
હવે આ મોટા દેશે પણ ગાંજાને લીગલ કર્યો  ઘરમાં પણ ઉઘાડવાની આપી મંજૂરી

હવે વધુ એક દેશમાં ગાંજાને માન્યતા આપવામાં આવી છે. જી હા યુરોપના એક દેશે ગાંજાને લીગલ કર્યો છે. જર્મનીમાં ગાંજાને કાયદાકીય મંજૂરી અપાઈ છે. જર્મની સંસદ દ્વારા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્મનીમાં ગાંજો ( Marijuana ) રાખવું અને તેની ખેતી કરવાને અનુમતિ આપવામાં આવી છે. જર્મનીના વિપક્ષ અને તબીબી સંગઠનોના જોરદાર વિરોધ છતાં તેને મંજૂરી આપવામાં આવી છે અને એપ્રિલથી તેને લગતા નિયમો અમલમાં આવશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

જર્મનીમાં નવા નિયમો કેવા હશે?

જર્મનીમાં બનાવેલ આ નવા કાયદા હેઠળ, વ્યક્તિને વ્યક્તિગત ઉપયોગ માટે નિયંત્રિત રીતે ગાંજાની ખેતી સંગઠનો પાસેથી દરરોજ 25 ગ્રામ સુધી ગાંજો મેળવવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત લોકો પોતાના ઘરે વધુમાં વધુ ત્રણ છોડ પણ રાખી શકશે. પરંતુ, નવો કાયદો એ પણ જોગવાઈ કરે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ માટે ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર હશે.

Advertisement

દેશના 47 ટકા લોકો કાયદાના સમર્થનમાં

જર્મનીમાં નવા કાયદા અનુસાર આ જુલાઈથી ગાંજાના ( Marijuana ) સોશિયલ ક્લબ્સ ખુલશે. એક સર્વે અનુસાર સરકારના આ નિર્ણય બાદ દેશના 47 ટકા લોકો આ કાયદાના સમર્થનમાં છે જ્યારે 42 ટકા લોકોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. અત્યાર સુધી, જર્મનીમાં ગાંજાનું ( Marijuana ) ધૂમ્રપાન કરવાની પરવાનગી ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ તબીબી સમસ્યાથી પીડિત હોય. તેનો અંગત ઉપયોગ પ્રતિબંધિત હતો.

જર્મનીમાં ગાંજાના ધૂમ્રપાન કરનારા યુવાનોની સંખ્યામાં ઝડપથી વધારો

અહેવાલો અનુસાર, જર્મનીમાં ગાંજાના ( Marijuana ) ધૂમ્રપાન કરનારા યુવાનોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તે કાયદેસર ન હોવાથી તેઓએ કાળાબજારમાંથી ગાંજા ખરીદવો પડે છે. જર્મન કેનાબીસ એસોસિએશનના જણાવ્યા મુજબ, કાળા બજારમાં ખરીદેલા ગાંજામાં ઘણીવાર રેતી, હેર સ્પ્રે, ટેલ્કમ પાવડર, મસાલા અને કાચ અને સીસા સાથે મિશ્ર કરવામાં આવે છે, જે તમામ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે.

Advertisement

આ પણ વાંચો -- ઈરાન ફરી Pakistan પર કાળ બનીને વરસ્યું! આતંકી કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ થયો ઢેર

Tags :
Advertisement

.