હવે કાયદાકીય લડત શરુ થશે, બહુ જલ્દી 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે: શિવસેના
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના દ્વારા રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી રાજકીય પરિસ્થિતિ હવે માત્ર રાજકીય લડાઈ નથી રહી, હવે કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના ઘણા ધારાસભ્યો આસામમાં છે, અમે તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. લગભગ 16 ધારાસભ્યોને નોટિસ મોà
Advertisement
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના દ્વારા રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી રાજકીય પરિસ્થિતિ હવે માત્ર રાજકીય લડાઈ નથી રહી, હવે કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના ઘણા ધારાસભ્યો આસામમાં છે, અમે તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. લગભગ 16 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે.
શિવસેનાના વકીલ દેવદત્ત કામતે કહ્યું કે હું કાયદાકીય સ્થિતિ અને કાર્યવાહી વિશે જણાવવા આવ્યો છું. 16 ધારાસભ્યો સામે કાર્યવાહી શરૂ થઈ છે. મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે બળવાખોર ધારાસભ્યો અવું કહી રહ્યા છે કે જો અમારી પાસે બે તૃતીયાંશ હોય તો ગેરલાયક ઠેરવી શકાય નહીં, આ વાત ખોટી છે. જ્યાં સુધી તમે તમારા ધારાસભ્યોને અન્ય પાર્ટીમાં નહીં ભેળવો, તેઓ ગેરલાયક ઠરી શકે છે.
શિવસેનાએ શું કહ્યું?
તેમણે કહ્યું કે ધારાસભ્યોની અયોગ્યતા ટાળવાનો એકમાત્ર રસ્તો મર્જર છે. આ લોકો ગેરલાયકા ઠરવામાંથી બચી નહીં શકે કારણ કે તેઓ અત્યાર સુધી કોઈ પક્ષમાં જોડાયા નથી. બે તૃતીયાંશ ધારાસભ્યો સાથે પક્ષપલટા વિરોધી કાયદામાંથી બચવાનો એકમાત્ર રસ્તો બીજા પક્ષમાં જોડાવાનો જ છે. જ્યાં સુધી ધારાસભ્યો અન્ય પક્ષ સાથે ભળી ન જાય ત્યાં સુધી અયોગ્યતા લાગુ પડે છે. આજદિન સુધી વિલીનીકરણ થયું નથી, તેમણે સ્વેચ્છાએ સભ્યપદ છોડી દીધું છે. શિવસેનાની નોટિસ પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આવતીકાલે તેમને ડેપ્યુટી સ્પીકર દ્વારા જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે.
સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર પાસે સત્તા છે
દેવદત્ત કામતે કહ્યું કે તમામ 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું કે બંધારણ હેઠળ સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર પાસે સત્તા હોય છે અને તે આવી બાબતો પર નિર્ણય લઈ શકે છે. બળવાખોર ધારાસભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પણ અનધિકૃત ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી.
શિવસેનાએ 16 બળવાખોરોને નોટિસ આપી હતી
ઉલ્લેખનીય છે કે શિવસેનાના અનુરોધ પર ડેપ્યુટી સ્પીકર તરફથી બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ અનુસાર બળવાખોરોને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. શિવસેનાએ ડેપ્યુટી સ્પીકરને એકનાથ શિંદે સહિત કુલ 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની વિનંતી કરી છે.
શિંદે જૂથ કોર્ટમાં પડકારશે
શિવસેના તરફથી મળેલી આ નોટિસ અંગે એકનાથ શિંદે જૂથે કહ્યું કે અમે શિવસેનામાંથી બહાર નથી નિકળયા, અમે શિવસેનામાં જ છીએ. અમારી પાસે બે તૃતીયાંશ બહુમતી છે અને અમને પક્ષપલટા વિરોધી કાયદાથી ડરાવવાનો પ્રયાસ ના કરસો. શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકારવાની વાત કરી હતી.