Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 World Cup માંથી બહાર થઇ ન્યૂઝીલેન્ડની ટીમ, 37 વર્ષ બાદ થયું આવું

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ (America and West Indies) માં T20 World Cup 2024 રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો રમી રહી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે, આટલી બધી ટીમોને મુખ્ય ઇવેન્ટમાં સામેલ કરવામાં આવી હોય....
t20 world cup માંથી બહાર થઇ ન્યૂઝીલેન્ડની ટીમ  37 વર્ષ બાદ થયું આવું

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ (America and West Indies) માં T20 World Cup 2024 રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો રમી રહી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે, આટલી બધી ટીમોને મુખ્ય ઇવેન્ટમાં સામેલ કરવામાં આવી હોય. આ તમામ ટીમો વચ્ચે સુપર-8 માટે સ્પાર્ધાઓ રમાઈ રહી છે. જેમા મોટા ઉલટફેર અત્યારથી જ જોવા મળી રહ્યું છે. જણાવી દઇએ કે, પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ પહેલા જ T20 વર્લ્ડ કપ 2024માંથી વિદાય લઈ ચૂકી છે. હવે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોમાં ન્યુઝીલેન્ડનું નામ પણ જોડાઈ ગયું છે. જે ઘણું ચોંકાવનારું છે.

Advertisement

1987 પછી પ્રથમ વખત ટીમનું રહ્યું ખરાબ પ્રદર્શન

T20 World Cup ના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે, 20 જેટલી ટીમો આટલી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી હોય. જે ટીમોને નબળી ગણવામાં આવી રહી છે તે અત્યારે મોટી ટીમો માટે એર સરદર્દ બનીને સામે આવી છે. અત્યાર સુધી ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમોએ આગામી રાઉન્ડ માટે પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. વળી, ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમ સુપર-8ની રેસમાંથી બહાર છે. કીવી ટીમ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ છે. આ T20 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડની ટીમ માટે ખરાબ સ્વપ્નથી ઓછો સાબિત થયો નથી. વળી, 1987 પછી આ પ્રથમ વખત છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ICC વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ છે. આ પહેલા 1987 ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું હતું.

Advertisement

દિગ્ગજ ખેલાડી છતા ટીમનું ખરાબ પ્રદર્શન

જણાવી દઇએ કે, શ્રીલંકા જેવી મજબૂત ટીમ પહેલા જ આ ટૂર્નામેન્ટથી બહાર થઇ ચુકી છે. હવે સમાચાર છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી છે. ટીમ માત્ર 2 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને હારે ટીમને ગ્રુપ સ્ટેજમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. જોકે, તેની પાસે ટૂર્નામેન્ટમાં હજુ 2 મેચ રમવાની છે. પરંતુ તેના માટે સુપર-8 સુધી પહોંચવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ હતા. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમને આ T20 વર્લ્ડ કપના ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાંથી જ બહાર થઈ ગઈ.

T20 World Cup 2024 માં પ્રદર્શન કેવું રહ્યું ?

છેલ્લા કેટલાક સમયથી ICC ઈવેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડની ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ખાસ કરીને વર્લ્ડ કપમાં કિવી ટીમનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છે. તે છેલ્લા 3 વનડે વર્લ્ડ કપ અને 3 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી હતી. પરંતુ આ વર્ષે ન્યૂઝીલેન્ડની કિસ્મત પહેલી જ મેચથી ખરાબ સાબિત થઇ હતી. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રુપ Cમાં છે. હાલમાં તે પોતાના ગ્રુપમાં સૌથી નીચે છે. તેણે અત્યાર સુધી 2 મેચ રમી છે અને આ બંને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી. આ મેચમાં તેની આખી ટીમ 15.2 ઓવરમાં 75 રનમાં આઉટ થઈ ગઈ હતી જેના કારણે તે 84 રનથી મેચ હારી ગઇ હતી. આ પછી તેનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થયો હતો. આ મેચમાં પણ ટીમની ખરાબ હાલત જોવા મળી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 149 રન બનાવ્યા હતા અને ત્યારબાદ કિવી ટીમ નવ વિકેટના નુકસાને 136 રન જ બનાવી શકી હતી.

Advertisement

આ પણ વાંચો - ફ્લોરિડામાં ભારે વરસાદ સાથે પૂરનો કહેર, T20 World Cup થશે રદ્દ?

આ પણ વાંચો - T20 World Cup : કેમ ભારતને મળ્યા વધારાના 5 રન..?

Tags :
Advertisement

.