Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA ELECTION RESULT 2024 : NDA નું સૌથી મોટું ટેન્શન થયું દૂર, હવે નીતિશ કુમાર PM મોદીના સમર્થનમાં રહેશે અડગ

LOKSABHA ELECTION RESULT 2024 : લોકસભા 2024 ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. NDA ગઠબંધને 292 બેઠક ઉપર વિજય મેળવીને બહુમતનો આંકડો પાર કર્યો છે. બીજી તરફ INDIA ગઠબંધનના ખાતે 233 બેઠકો આવી છે. ઇન્ડિયા બ્લોકની 272 સીટોના જાદુઇ...
loksabha election result 2024   nda નું સૌથી મોટું ટેન્શન થયું દૂર  હવે નીતિશ કુમાર pm મોદીના સમર્થનમાં રહેશે અડગ

LOKSABHA ELECTION RESULT 2024 : લોકસભા 2024 ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. NDA ગઠબંધને 292 બેઠક ઉપર વિજય મેળવીને બહુમતનો આંકડો પાર કર્યો છે. બીજી તરફ INDIA ગઠબંધનના ખાતે 233 બેઠકો આવી છે. ઇન્ડિયા બ્લોકની 272 સીટોના જાદુઇ આંકડા સુધી પહોંચવાની સંભાવના નથી, તેમ છતા પણ એક રણનીતિક સંયોજન કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા ગઠબંધનને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પ્રેરિત કરી શકે હતી. નીતિશ કુમારએ NDA ના ગઠબંધનના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં નીતીશ કુમારને ઉપવડાપ્રધાન બનાવવાની ઓફર પણ આપવામાં આવી હતી. હવે આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisement

નીતિશ કુમાર પીએમ મોદીને સમર્થન પત્ર સોંપવા માટે આવતી કાલે દિલ્હી પહોંચી શકે છે

હવે મળતી માહિતી અનુસાર, NDA નું સૌથી મોટું ટેન્શન હવે દૂર થઈ શકે છે અને તેઓ પોતાની સરકાર બનાવવા માટે આગળ કૂચ કરી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર હવે નીતિશ કુમાર પીએમ મોદીને સમર્થન પત્ર સોંપવા માટે આવતી કાલે દિલ્હી પહોંચી શકે છે. વધુમાં ચંદ્રાબાબુ નાયડુ પણ સમર્થન પત્ર સોંપવા માટે બપોર સુધીમાં દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. ચંદ્રબાબુ નાયડુએ સત્તાવાર રીતે પીએમ મોદીને સરકારની રચના માટે સમર્થન જાહેર કર્યું છે.

Advertisement

નીતિશ-મોદી એક સાથે

તમને જણાવી દઈએ કે, જ્યારથી ચૂંટણી પરિણામો આવ્યા છે ત્યારથી જ નીતિશ કુમારને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે કે શું તેઓ વાપસી કરશે. જોકે, હવે એવું થતું હોય તેવું લાગતું નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નીતિશ-મોદી એક સાથે છે. જેડીયુ એનડીએ સાથે રહેશે અને સરકાર બનાવશે.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election Result 2024 : શું INDIA ગઠબંધન વિપક્ષમાં રહેશે કે સરકાર બનાવશે? જાણો રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ

Tags :
Advertisement

.