Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA ELECTION RESULT 2024 LIVE : અયોધ્યામાં જ ભાજપની હાર, સમાજવાદી પાર્ટીની જીત

LOKSABHA ELECTION RESULT 2024 LIVE : લોકસભાની ચૂંટણીના પરિણામ હવે સામે આવી રહ્યા છે. જેમ જેમ સમય વિતી રહ્યો છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યારના આંકડા જોતાં લાગી રહ્યું છે કે, એનડીએ ફરી એકવાર સત્તામાં વાપસી કરી...
loksabha election result 2024 live   અયોધ્યામાં જ ભાજપની હાર  સમાજવાદી પાર્ટીની જીત

LOKSABHA ELECTION RESULT 2024 LIVE : લોકસભાની ચૂંટણીના પરિણામ હવે સામે આવી રહ્યા છે. જેમ જેમ સમય વિતી રહ્યો છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યારના આંકડા જોતાં લાગી રહ્યું છે કે, એનડીએ ફરી એકવાર સત્તામાં વાપસી કરી રહી છે. જો કે છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો એનડીએને ભારે નુકસાન થઈ રહ્યું છે. મુખ્યત્વે એનડીએ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને બિહારમાં પાછળ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ આશા હતી ત્યાં તેઓ હવે પાછળ દેખાઈ રહ્યા છે. રામનગરી અયોધ્યા  ફૈઝાબાદ બેઠક ઉપર ભાજપની હાર થઈ છે. ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ 9735 મતથી પાછળ રહી ગયા છે અને આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીઆ ઉમેદવાર અવધેશ પ્રસાદની જીતની શક્યતા થઈ છે.

Advertisement

સમાજવાદી પાર્ટીના ઉમેદવારના જીતની શક્યતા

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, અયોધ્યા-ફૈઝાબાદ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને NDAની સહયોગી પાર્ટી પાછળ ચાલી રહી છે. બપોરે 1:50 વાગ્યા સુધી ભાજપના લલ્લુ સિંહ લગભગ  10528 મતથી પાછળ ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ હાલ અયોધ્યા-ફૈઝાબાદ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. અવધેશ પ્રસાદને અત્યાર સુધી થયેલી ગણતરીમાં 2 લાખ 37 હજારથી વધુ વોટ મળ્યા છે. તે જ સમયે, બીજેપીના વર્તમાન સાંસદ લલ્લુ સિંહ 2 લાખ 26 હજાર મતો સાથે બીજા સ્થાને છે.

લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર  અગત્યનો મુદ્દો હતો

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મહત્ત્વનું પરિબળ રહ્યું છે. ચૂંટણી પહેલા શ્રી રામ જન્મભૂમિ પર મંદિરના નિર્માણને કારણે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વખતે ફરીથી ભાજપ ખૂબ જ આરામદાયક રીતે ચૂંટણી જીતશે. પરંતુ હાલ સામે આવી રહેલા આંકડાઓના અનુસાર હવે અયોધ્યા-ફૈઝાબાદની બેઠકમાં ભાજપ ખૂબ પાછળ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election 2024 Result : રાયબરેલી અને વાયનાડ, આ બે બેઠકો પર રાહુલ ગાંધી આગળ કે પાછળ?

Advertisement
Tags :
Advertisement

.