Navsari: ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં ડૂબી જતા બે ના મોત, ત્રણનો બચાવ
- નવસારી ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં 5 ડૂબ્યા, 3 નો બચાવ
- કપડા ધોવા ગયેલી ચાર મહિલા અને યુવક ડૂબ્યા હતા
- સ્થાનિકોએ ત્રણ મહિલાને બચાવી, એકનો મૃતદેહ મળ્યો
નવસારીનાં ધારાગીરી સામ પાસે પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા હોવાના સમાચાર ગ્રામજનોને થતા ગ્રામજનો દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. તેમજ એક મહિલાનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. તેમજ યુવકનાં મૃતદેહની શોધખોળ હાલ ચાલી રહી છે.

મહિલા તેમજ ગુમ થયેલ યુવક દિયર-ભાભી
ધારાગીરી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં ગામની ચાર મહિલાઓ કપડા ધોવા ગઈ હતી. ત્યારે અચાનક એક મહિલાનો પગ લપસી જતા તે નદીમાં ડૂબવા લાગી હતી. જેને બચાવવા માટે અન્ય મહિલાઓ નદીમાં ઉતરી હતી. જે બાદ તે મહિલાઓ પણ ડૂબવા લાગી હતી. મહિલાને બચાવવા માટે નદીમાં કૂદયો હતો. પરંતું યુવક પાણીમાં ડૂબી જતા લાપતા બન્યો હતો. મળતી માહિતી મુજબ મહિલા અને ગુમ થયેલો યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળી રહ્યું છે.
માછીમારોએ ત્રણ મહિલાનો જીવ બચાવ્યો
આ સમગ્ર ઘટનાની જાણ નજીકમાંથી પસાર થતા માછીમારોને થતા માછીમારો દ્વારા જાળ નદીમાં નાંખી ત્રણ મહિલાને બચાવી લીધી હતી. જ્યારે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.
ફાયર બ્રિગ્રેડે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી
આ ઘટના બાબતે ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગ્રેડનાં કર્મચારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Weather : ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, તાપમાનનો પારો જાણો કેટલે પહોંચ્યો