Navsari: લાંચ પેટે દોઢ લાખનો iphone લેતા ઝડપાયા પોલીસ ઇન્સ્પેક્ટર, ACB એ ગોઠવ્યું હતું છટકું
- પોલીસે ઇન્સ્પેક્ટરે લાંચ પેટે નવો લોન્ચ થયેલ આફોન માંગ્યો હતો
- મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવવાની આપી હતી ધમકી
- લાંચ પેટે નવો લોન્ચ થયેલ આફોન લેતા રંગે હાથે ઝડપાયા પોલીસે ઇન્સ્પેક્ટર
Navsari: ગુજરાતનો વિકાસ વાયુવેગે થઈ રહ્યો છે પરંતુ સાથે સરકારી અધિકારીઓ ભ્રષ્ટ પણ થઈ રહ્યાં છે. એસીબી દ્વારા અનેક એવી ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આવા અનેક ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડ્યામાં આવ્યાં છે. અત્યારે પણ આવા જ એક વર્ગ 2ના ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરને 1,44,900 કિંમતનો આઇફોન મોબાઇલ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે નવસારી (Navsari)ની ધોરાઈ બંદર ખાતે મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ 2 ના પોલીસ ઇન્સ્પેક્ટર દીનેશ જમનાદાસ કુબાવતને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે આદિવાસી નેતા લાધુ પારગીનું મોટું નિવેદન
પોલીસે ઇન્સ્પેક્ટરે લાંચ પેટે નવો લોન્ચ થયેલ આફોન માંગ્યો હતો
વિગતે વાત કરવામાં આવે તો, આ મામલે ફરિયાદી કે જે નવસારી (Navsari) જિલ્લામાં આવેલ ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે. ફરિયાદીને અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને તમારે છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહીને હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી પોતે લાંચ આપવા માંગતો નહોતો તેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: Surat: જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત, જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા
રંગે હાથે પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા
નોંધનીય છે કે, ફરિયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતો નહોતો, જેથી એ.સી.બી.નો સંપર્ક કરને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ફરિયાદ આધારે આજે એ.સી.બી.ની ટીમે લાંચનું છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું. જેમાં લાંચના છટકા દરમિયાન આક્ષેપિત દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટરે રૂપિયા 01,44,900/- ની કિંમતનો આઇફોન મોબાઇલ લેતા સ્થળ પર જ રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. ઘટનાની વાત કરવામાં આવે તો, પોલીસ ઇન્સ્પેકટર બી.ડી.રાઠવા, એ.સી.બી. સ્ટાફ, સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ એસીબીની ટ્રેપીંગમાં સામેલ રહ્યા હતાં.
આ પણ વાંચો: Khyati Hospital ના 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં! Mehsana ની આ 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી, જાણો કારણ!