Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada Dam : સીઝનમાં પ્રથમ વખત 100 ટકા ભરાયો, 42 કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં

નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો નર્મદા ડેમે મહત્તમ સપાટી 138.68 મીટર પાર કરી નર્મદા ડેમનાં 5 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાનાં વધામણાં કરશે નર્મદા સરદાર સરોવર (Narmada Sardar Sarovar) નર્મદા...
narmada dam   સીઝનમાં પ્રથમ વખત 100 ટકા ભરાયો  42 કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં
  1. નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો
  2. નર્મદા ડેમે મહત્તમ સપાટી 138.68 મીટર પાર કરી
  3. નર્મદા ડેમનાં 5 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા
  4. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાનાં વધામણાં કરશે

નર્મદા સરદાર સરોવર (Narmada Sardar Sarovar) નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. વરસાદી પાણીની આવક થતાં ડેમ એ મહત્તમ સપાટી પાર કરી છે. નર્મદા ડેમ (Narmada Dam) તેની મહત્તમ સપાટી 138.68 મીટર પાર પહોચ્યો છે. માહિતી મુજબ, નર્મદા ડેમનાં ઉપરવાસમાંથી 51,777 ક્યુસેક પાણીની આવક થતા ડેમ છલોછલ ભરાયો છે.

Advertisement

આ પણ વાંચો - આખરે Gondal સ્ટેટનાં નામે 'નકલી રાજા' વિવાદનો આવ્યો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન

નર્મદા ડેમ એ મહત્તમ સપાટી 138.68 મીટર પાર કર્યો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) છલકાઈ ગયો છે. ઉપરવાસથી સતત નવા નીરની આવક થતાં ડેમ એ તેની મહત્તમ સપાટી 1378.68 મીટર વટાવી છે. ઉપરવાસમાંથી ડેમમાં 51,777 ક્યુસેક પાણીની આવક છે. જ્યારે નર્મદા નદીમાં કુલ 50,847 ક્યુસેક પાણીની જાવક છે. હાલ, નર્મદા ડેમનાં 5 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નર્મદાનાં વધામણાં કરશે. મુખ્યમંત્રી આજે 11.45 વાગે કેવડિયા હેલિપેડ પર આવશે. ત્યાર બાદ સરદાર સરોવર નર્મદા ડેમ પર બાય રોડ જશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : AIIMS નાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે મહિલા તબીબનાં ગંભીર આરોપ, પો. કમિશનરના તપાસનાં આદેશ

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાનાં વધામણાં કરશે

જણાવી દઈએ કે, નર્મદા ડેમ (Narmada Dam) પર બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારણો સાથે નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ અને ચોખા અર્પણ કરીને પૂજા-અર્ચના કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા ડેમનાં વધામણાં બાદ ડેમનાં 12 થી વધુ દરવાજા ખોલવામાં આવશે. નોંધનીય છે કે, નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા ભરૂચ (Bharuch) અને વડોદરાનાં (Vadodara) 42 કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. હાલ, નર્મદા ડેમ 99..99 ટકા ભરાયો છે. આજે નર્મદા ડેમ મહત્તમ સપાટી ટુંક સમયમાં વટાવી શકે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો - નવરાત્રિ બગાડશે વરસાદ! Ambalal Patel એ કરી 'ચક્રવાત' ની આગાહી, આ વિસ્તારોને ગંભીર અસર!

Tags :
Advertisement

.