Mumbai Police એ વધુ એક બિશ્નોઈને લીધો સકંજામાં, ભાઈજાન પાસેથી 5 કરોડ માગ્યા હતાં
- લોરેન્સ બિશ્નોઈના એક ભાઈને Mumbai Police ઝડ્પ્યો
- બિકરામ બિશ્નોઈએ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે
- બિકરામ બિશ્નોઈએ કર્ણાટકમાં મજૂરી કરતો હતો
Mumbai Police arrested Bikaram Bishnoi : Salman Khan ને ગત મહિનાઓથી સતત જીવલેણ હુમલાની ધમકીઓ મળી રહી છે. જોકે બાબા સિદ્દીકીની હત્યા બાદ Salman Khan ને મળતી ધમકીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે... દરેક 10 દિવસે Salman Khan ને મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યારે તાજેતરમાં Salman Khan ને મારી નાખવાની સાથે ખંડણી માગવામાં આવી હતી. તે વ્યક્તિની Mumbai Police દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે આ આરોપીને Mumbai Police દ્વારા કર્ણાટકમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
લોરેન્સ બિશ્નોઈના એક ભાઈને Mumbai Police ઝડ્પ્યો
તાજેતરમાં મુબંઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં Salman Khan ને મંદિરમાં જઈને માફી માગવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે સાથે 5 કરોડ રૂપિયાની ખંડણી પણ માગી હતી. ત્યારે આ કોલ આવતાની સાથે Salman Khan ની સુરક્ષામાં મુંબઈ પોલીસે વધારો કર્યો હતો. અને આ આરોપીને પકડી પાડવા માટે મુંબઈ પોલીસે કમર કસી હતી. ત્યારે આજરોજ Mumbai Police દ્વારા આ વ્યક્તિની કર્ણાટકના હાવેરીમાં ધરપકડ કરવામાં આવી છે. તો પકડાયેલા આરોપીનું નામ બિકરામ જલારામ બિશ્નોઈ છે.
#UPDATE | Maharashtra | Mumbai Police arrested Bikaram Jalaram Bishnoi, from Karnataka for sending a threatening message to the control room of Mumbai Traffic Police for Salman Khan.
The accused Bikaram Jalaram Bishnoi who claimed to be the brother of Lawrence Bishnoi is a… https://t.co/gm8aKlQQLq
— ANI (@ANI) November 7, 2024
આ પણ વાંચો: Shahrukh ને ધમકીના કેસમાં ટ્વિસ્ટ..પોલીસ પણ મૂંઝવણમાં...
બિકરામ બિશ્નોઈએ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે
તો બિકરામ જલારામ બિશ્નોઈએ રાજસ્થાનમાં આવેલા જાલૌરનો રહેવાસી છે. જોકે હાલમાં Mumbai Police દ્વારા આ બિકરામ બિશ્નોઈને કર્ણાટકથી મુંબઈ લાવવાની તૈયાર કરવામાં આવી રહી છે. જોકે આ વ્યક્તિ વિરુદ્ધ મુંબઈમાં આવેલા વરલી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કારણ કે... આ વ્યક્તિ દ્વારા વરલી વિસ્તારમાંથી Salman Khan ને ફોન કર્યો હતો. તો એવું માલૂમ પડ્યું હતું કે, આ આરોપીએ ફોનમાં મેસેજ કર્ણાટકમાંથી મોકલ્યો હતો.
બિકરામ બિશ્નોઈએ કર્ણાટકમાં મજૂરી કરતો હતો
તો Salman Khan ને મંદિરમાં જઈને માફી માગવાનું કહેનારો આરોપી બિકરામ બિશ્નોઈએ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. આ વ્યક્તિએ Salman Khan ને ફોન કરીને જણાવ્યું હતું કે, તે મંદિરમાં જઈને માફી માગે અથવા તો 5 કરોડ રૂપિયા તેને આપે. જો Salman Khan તેની વાતને નકારી કાઠશે, તો તેને મારી નાખવામાં આવશે. જોકે આ બિકરામ બિશ્નોઈએ કર્ણાટકમાં અનેક મહિનાઓથી મજૂરી કરતો હતો. અને ત્યાં સ્થાનિક મજૂરો સાથે એક ઘરમાં રહેતો હતો.
આ પણ વાંચો: Shah Rukh ને મળી જાનથી મારી નાખવાની ધમકી...