Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mukul Wasnik : તૂટતી કોંગ્રેસ વચ્ચે પ્રભારીના ગુજરાતમાં ધામા

Mukul Wasnik : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જનતાને પોતાની તરફ આકર્ષવાની તૈયારીઓ કરતા જોવા મળ્યા છે. ગુજરાતમાં જ્યા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) ના સુપડાસાફ થયા બાદ પાર્ટી હવે લોકસભા...
mukul wasnik   તૂટતી કોંગ્રેસ વચ્ચે પ્રભારીના ગુજરાતમાં ધામા

Mukul Wasnik : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જનતાને પોતાની તરફ આકર્ષવાની તૈયારીઓ કરતા જોવા મળ્યા છે. ગુજરાતમાં જ્યા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) ના સુપડાસાફ થયા બાદ પાર્ટી હવે લોકસભા ચૂંટણીને લઇને તૈયારીઓમાં કોઇ ખામી રાખવા માંગતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસને બેકફૂટ પરથી ફ્રન્ટ ફૂટ પર લાવવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેમનો શું રહેશે કાર્યક્રમ આવો જાણીએ...

Advertisement

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસે 

છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ (Congress) ને ગુજરાતમાં સતત હાર મળી રહી છે. ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણી (VidhanSabha Election) માં કોંગ્રેસના સુપડાસાફ થઇ ગયા હતા તે પણ સૌ કોઇએ જોયું છે. સુત્રોની માનીએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફ્રન્ટફૂટ પર રહે તે માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) બે દિવસના ગુજરાત પ્રવાસે આવી નેતાઓ સાતે બેઠક કરશે. મળતી માહિતી અનુસાર, મુકુલ વાસનિક લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરના સંમેલનો અંગે કાર્યકરો અને પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરશે. જિલ્લાના 50 આગેવાનો સાથે તેઓ બેઠક યોજવાના છે. દરમિયાન રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા થઇ શકે છે. તેમજ ડોનેટ ફોર દેશ અંગે પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.

Advertisement

શું રહેશે કાર્યક્રમ ?

આજે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ બેઠક યોજવાના છે. જેની શરૂઆત તેઓ રાજ્યના પાટનગર ગાંધીનગરથી કરશે. જીહા, આજે સવારે તેઓ 11 થી 2 વાગ્યા સુધી ગાંધીનગર, મહેસાણા , સાબરકાંઠા , બનાસકાંઠા, અને પાટણની બેઠક યોજશે. બપોરે 2 થી રાત્રે 9 કચ્છ, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને વડોદરાની બેઠક યોજાશે. ઉપરાંત બીજા દિવસે 17 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 2 ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જુનાગઢ, ભાવનગરની બેઠક યોજાશે. જ્યારે બપોરે 2 થી 9 પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ અને અમદાવાદની બેઠક યોજાશે.

કોણ છે મુકુલ વાસનિક ?

મુકુલ વાસનિકનો જન્મ એક બૌદ્ધ પરિવારમાં થયો હતો અને તેઓ પીઢ કોંગ્રેસી નેતા અને ત્રણવારના સાંસદ બાલકૃષ્ણ વાસનિકના પુત્ર છે. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. અગાઉ તેમણે ત્રણવાર બુલઢાણા લોકસભા બેઠક પર ચૂંટણી જીતીને આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1984 થી 1986 સુધી તેઓ NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે.

Advertisement

આ પણ વાંચો - રાજકોટના આ કોંગ્રેસ આગેવાન બનશે ભાજપના નવા અર્જુન

આ પણ વાંચો - Gujarat Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર, 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.