Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

In-charge IPS : ગુજરાત પોલીસમાં વર્ષોથી મહત્વના દોઢ ડઝન જેટલા સ્થાન ખાલી

In-charge IPS : ગુજરાત પોલીસના ઇતિહાસ (Gujarat Police History) માં છેલ્લાં ત્રણ દાયકામાં અનેક પાના લખાઈ ચૂક્યાં છે. છેલ્લાં એક દસકામાં ગૃહ વિભાગે (Home Department Gujarat) બઢતી-બદલીના હુકમમાં ભારે વિલંબ કરીને એક અનોખો રેકોર્ડ સર્જયો છે. મહત્વના ગણાતા એક ડઝનથી...
05:03 PM Apr 13, 2024 IST | Bankim Patel
In Gujarat Police, some are overloaded with work and some are without work

In-charge IPS : ગુજરાત પોલીસના ઇતિહાસ (Gujarat Police History) માં છેલ્લાં ત્રણ દાયકામાં અનેક પાના લખાઈ ચૂક્યાં છે. છેલ્લાં એક દસકામાં ગૃહ વિભાગે (Home Department Gujarat) બઢતી-બદલીના હુકમમાં ભારે વિલંબ કરીને એક અનોખો રેકોર્ડ સર્જયો છે. મહત્વના ગણાતા એક ડઝનથી પણ વધુ સ્થાન વર્ષોથી ખાલી પડ્યા છે અને વધારાના હવાલામાં આઈપીએસ અધિકારીઓ (IPS Officers In-charge) ચલાવી રહ્યાં છે. જાણો સમગ્ર હકિકત...

આટલા સ્થાન વર્ષોથી છે ખાલી

ગુજરાતમાં લાંચીયા બાબુઓ તેમજ ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવાની જવાબદારી જેના શીરે છે તે એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ના વડાનો હોદ્દો વર્ષ 2021ના મે મહિનાથી ખાલી છે. લગભગ 3 વર્ષથી ખાલી Gujarat ACB Director ના હોદ્દા પર અનુક્રમે સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) અનુપમસિંઘ ગહલૌત (Anupam Singh Gahlaut) અને હાલ ડૉ. શમશેર સિંઘ વધારાનો હવાલો (In-charge IPS) સંભાળી રહ્યાં છે. આવી જ સ્થિતિ એડિશનલ ડીજીપી એસસી/એસટી સેલ (Addl DGP SC/ST) એડિશનલ ડીજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ (Addl DGP SMC) એડિશનલ ડીજીપી હ્યુમન રાઈટસ (Addl DGP Human Rights) એડિશનલ ડીજીપી આર્મ્ડ યુનિટ (Addl DGP Armed Unit) એડિશનલ ડીજીપી ટેકનિક્લ સર્વિસ (Addl DGP Technical Services) એડીશનલ ડીજીપી તપાસ (Addl DGP Inquiry) આઈજીપી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ (IGP STB) આઈજીપી ખલાલ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર (IGP Commando Training Center Khalal) આઈજીપી પોલીસ તાલીમ શાળા જૂનાગઢ (IGP PTS Junagadh) આઈજીપી પોલીસ તાલીમ શાળા વડોદરા (IGP PTS Vadodara) આઈજીપી સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (IGP SCRB) સંયુક્ત નિયામક સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ (Joint Director Civil Defence & Home Guard) અને આ ઉપરાંત SRPF ગ્રુપ સહિતના અન્ય સ્થાન પર લાંબા સમયથી કાયમી નિમણૂક કરવામાં આવી નથી. એટલે કે,રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order) ની સ્થિતિ વધારાના હવાલાથી નિભાવવામાં આવી રહી છે.

અજય તોમર (Ajay Tomar IPS) ની વય નિવૃત્તિથી સુરત પોલીસ કમિશનર અને વી. ચંદ્રશેખર ( V Chandrasekar IPS) CBI માં પ્રતિ નિયુક્તિ પર જતા સુરત રેન્જ મહિનાઓથી ખાલી પડી છે. આ બંને સ્થાન સુરતના અધિક પોલીસ કમિશનર વાબાંગ જમીર પાસે વધારાનો હવાલો છે. જ્યારે આણંદ એસપી (Anand SP) અમદાવાદ ગ્રામ્ય એસપી (Ahmedabad Rural SP) અને મહેસાણા એસપી (Mahesana SP) પ્રતિ નિયુક્તિ પર કેન્દ્રમાં જતા આ ત્રણ જિલ્લા ચારેક મહિનાથી વધારાના હવાલાથી ચાલી રહ્યાં છે.

કયા સ્થાને કોણ છે In-charge IPS અધિકારી

  1. Surat Police Commissioner - (Wabang Jamir IPS)
  2. Surat Range - વાબાંગ જમીર (Wabang Jamir IPS)
  3. ACB Director - ડૉ. શમશેરસિંઘ (Dr. Shamsher Singh IPS)
  4. Addl DGP SC/ST - ડૉ. એસ. પાંડીઆ રાજકુમાર (Dr. S. Pandia Rajkumar IPS)
  5. Addl DGP Human Rights - એમ. એસ. ભરાડા આઈજીપી (M S Bharada IPS)
  6. Addl DGP Armed Unit - નરસિમ્હા એન કોમાર (Narasimha N Komar IPS)
  7. Addl DGP Inquiry - નરસિમ્હા એન કોમાર (N N Komar IPS)
  8. Addl DGP Technical Services - ખુરશીદ અહેમદ (Khursheed Ahmed IPS)
  9. Addl DGP SMC - આર. બી. બ્રહ્મભટ્ટ (R B Brahmbhatt IPS)
  10. IGP STB - પી. એલ. માલ (P L Mal IPS)
  11. IGP SCRB - સુભાષ ત્રિવેદી (Subhash Trivedi IPS)
  12. IGP Commando Training Center Khalal - અભય ચુડાસમા (A D Chudasma IPS)
  13. IGP PTS Junagadh - નિલેશ જાજડીયા (NileshJajadia IPS)
  14. IGP PTS Vadodara - સંદીપસિંઘ (Sandeep Singh IPS)
  15. IGP Joint Director Civil Defence & Home Guard - ગૌતમ પરમાર ( Gautam Parmar IPS)

સપ્તાહોથી પ્રતિક્ષાની નિમણૂકમાં રહેલા અધિકારીઓ

  1. પ્રતિ નિયુક્તિ CBI પરથી પરત ફરેલા IGP ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir IPS)
  2. પ્રતિ નિયુક્તિ CBI પરથી પરત ફરેલા IGP રાઘવેન્દ્ર વત્સ (Raghavendra Vatsa IPS)
  3. તત્કાલિન બોર્ડર રેન્જ IGP જે. આર. મોથલિયા (J R Mothaliya IPS)
  4. તત્કાલિન અમદાવાદ રેન્જ DIG પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS)
  5. તત્કાલિન Addl CP ક્રાઈમ સુરત શરદ સિંઘલ (Sharad Singhal IPS)
  6. તત્કાલિન Addl CP સેક્ટર-1 અમદાવાદ ચિરાગ કોરડીયા (Chirag Koradia IPS)
  7. સસ્પેન્શન પરથી પરત લેવાયેલા SP જગદીશ પટેલ (Jagdish Patel IPS)
  8. તત્કાલિન DCP ક્રાઈમ અમદાવાદ ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS)
  9. તત્કાલિન SRPF કમાન્ડન્ટ મનિષ સિંઘ (Manish Singh IPS)
  10. તત્કાલિન SRPF કમાન્ડન્ટ ઉષા રાડા (Usha Rada IPS)
  11. તત્કાલિન DCP ઝોન-1 અમદાવાદ ડૉ. લવિના સિંહા (Dr. Lavina Sinha IPS)
  12. તત્કાલિન SP છોટાઉદેપુર ઈમ્તીયાઝ શેખ (Imtiyaz Shaikh IPS)
  13. તત્કાલિન DCP ક્રાઈમ સુરત રૂપલ સોલંકી (Rupal Solanki SPS)
  14. તત્કાલિન DCP EOW અમદાવાદ ભારતી પંડ્યા (Bharti Pandya SPS)

આ પણ વાંચો - Dubai માં બેસેલા બુકીઓને કેમ ભારતીય સિમ કાર્ડ જ જોઈએ છે ?

આ પણ વાંચો - PASA : કાયદો છતાં પોલીસ રીઢા ગુનેગારો સામે કાર્યવાહી નથી કરી શકતી

Tags :
A D Chudasma IPSACB DirectorAddl DGP Armed UnitAddl DGP Human RightsAddl DGP InquiryAddl DGP SC/STAddl DGP SMCAddl DGP Technical ServicesAhmedabad Rural SPAjay Tomar IPSAnand SPAnti Corruption BureauAnupam Singh Gahlaut IPSBankim PatelBharti Pandya SPSChaitanya Mandlik IPSChirag Koradia IPSDr. Lavina Sinha IPSDr. S Pandia Rajkumar IPSDr. Shamsher Singh IPSGagandeep Gambhir IPSGautam Parmar IPSGujarat FirstGujarat Police HistoryHome Department GujaratIGP Commando Training Center KhalalIGP Joint Director Civil Defence & Home GuardIGP PTS JunagadhIGP PTS VadodaraIGP SCRBIGP STBImtiyaz Shaikh IPSIn-charge IPSIPS Officers In-chargeJ R Mothaliya IPSJagdish Patel IPSJoint Director Civil Defence & Home GuardJournalist Bankim PatelKhursheed Ahmed IPSlaw and orderM S Bharada IPSMahesana SPManish Singh IPSN N Komar IPSNarasimha N Komar IPSNileshJajadia IPSP L Mal IPSPrem Vir Singh IPSR B Brahmbhatt IPSRaghavendra Vatsa IPSSandeep Singh IPSSanjay Srivastava IPSSharad Singhal IPSSRPFSubhash Trivedi IPSSurat Police CommissionerSurat RangeUsha Rada IPSV Chandrasekar IPSWabang Jamir IPS
Next Article