Morbi : CM આવાસ યોજના સાઇટ પર અચાનક પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, કહ્યું- જેટલું કામ થયું તેમાં પણ..!
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, તેમણે મોરબીમાં (Morbi) મુખ્યમંત્રી આવાસ યોજનાની સાઇટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી આવાસ યોજનાને લઈ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યા હતો. તેમણે કહ્યું કે, વર્ષ 2013 માં અપાયેલું કામ હજુ સુઘી પૂર્ણ થયું નથી. જેટલું કામ થયું તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસનાં બનાવેલા ક્વાર્ટરમાં ત્રીજી પેઢી રહે છે છતાં કાંકરી પણ ખરી નથી.
શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર પ્રહાર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ (Congress State President) શક્તિસિંહ ગોહિલ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાની એક સાઇટની (Chief Minister's Housing Scheme) મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, તેમણે સરકારી કામ અધિકારીઓની કામગીરીમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને સરકારી કામની ધીમી ગતિને લઈ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષ 2013 માં અપાયેલું કામ હજુ પૂર્ણ નથી થયું. મોરબીમાં (Morbi) અલગ-અલગ બે જગ્યાએ કુલ 1008 ક્વાર્ટર બનાવવના હતા, તે પૈકી માત્ર એક સાઈટ પર 400 ક્વાર્ટર બનીને તૈયાર થઈ ગયા અને સોંપાઈ ગયા. જ્યારે અન્ય સાઈટ પર 11 વર્ષે પણ કામ અધૂરું છે.
'કોંગ્રેસ એ બનાવેલા હાઉસિંગના ક્વાર્ટરમાં હાલ ત્રીજી પેઢી રહે છે'
શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આગળ કહ્યું કે, આટલા વર્ષોથી કામ પૂર્ણ થયું નથી તો આમાં અધિકારીઓની મીલીભગત હોય અને આવા અધિકારી પર કડક કાર્યવાહી થવી જોઈએ અને જેટલું કામ થયું છે, તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે તપાસ હોવી જોઈએ. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસ (Congress) એ બનાવેલા હાઉસિંગનાં ક્વાર્ટરમાં હાલ ત્રીજી પેઢી રહે છે છતાં પણ હજી કાંકરી પણ ખરી નથી.
આ પણ વાંચો - Surat નાં ડે. મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા, શક્તિસિંહે BJP ને લીધી આડે હાથ!
આ પણ વાંચો - Cricket Betting : 5215 કરોડના હિસાબ સાથે સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવનો ભાગીદાર ઝડપાયો
આ પણ વાંચો - MANN KI BAAT ના 112 માં એપિસોડમાં PM MODI એ કહી આ અગત્યની વાત, વાંચો અહેવાલ