Monsoon : રાજ્યમાં આજથી મેઘરાજા બોલાવશે ધબડાટી...
Monsoon : ગુજરાતમાં 11 જૂનના રોજ ચોમાસું (Monsoon )પ્રવેશી ચૂક્યું હતું પરંતુ ત્યારબાદ નવસારી નજીક ચોમાસુ પહોંચતા નબળું પડ્યું હતું. જોકે ચોમાસું નબળું હોવા છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હવે આગામી ચાર દિવસમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યની અંદર વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
ગુજરાતના ઉત્તર ભાગે અને તેના આસપાસના વિસ્તારમાં એક સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે મોજાં પણ ઉછરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે જેને લઈને આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
દ્વારકા નજીક દરિયામાં ભારે કરંટની સ્થિતિ
દ્વારકા નજીક દરિયામાં ભારે કરંટની સ્થિતિ પણ જોવા મળી છે કે તેને લઈને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પણ આગામી એક દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ માછી માર્યો અને સૂચના આપવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાતને ભાગને જો વાત કરવામાં આવે વરસાદની તો અમદાવા, ખેડા, આણંદ, વડોદરા મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં છુટા છવાયા સ્થળે ગાજવીત સાથે હળવા વરસાદની પણ શક્યતાઓ છે.
ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડી શકે તેવી શક્યતા
ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ 11 જુને પ્રવેશ કર્યા બાદ ચોમાસું નબળું પડ્યું હતું. પરંતુ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને ખેડૂતોએ વાવણી લાયક વરસાદ આગામી ચાર દિવસ બાદ મળી શકે તેવી શક્યતા હાલ તો વ્યક્ત થઇ રહી છે. હાલ તો રાજ્યમાં વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટા બાદ બફારાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ આગામી સમયમાં એ બફારા વચ્ચે થોડી રાહત મળે તેવી પણ શક્યતા વ્યક્ત થઇ રહી છે.
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો---- ગુજરાતમાં આજે મેઘરાજાની મહેર, વેરાવળ અને અમેરલીમાં વાતાવરણમાં આવ્યો પલટો