બંગાળથી લોકસભાની ચૂંટણી લડી શકે છે Mohammed Shami
Mohammed Shami : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નજીક છે ત્યારે તમામ પક્ષ જનતાને રીઝવવાની પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. નજીકના સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. તાજેતરમાં ભાજપે (BJP) 195 ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડી હતી. હવે વધુ નામોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, ભાજપ પશ્ચિમ બંગાળ (West Bengal) માં ક્રિકેટના મોટા ચહેરા પર દાવ લગાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ભાજપની ટોચની નેતાગીરી બંગાળમાંથી ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammad Shami) ને મેદાનમાં ઉતારવાની શક્યતા પર વિચાર કરી રહી છે.
ભાજપ Mohammad Shami ને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) ને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની તૈયારીઓ થઇ રહી છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) બહાર પાડી હતી. ત્યારે હવે ઘણા એવા નામોની પણ ચર્ચાઓ થઇ રહી છે જે ભાજપ (BJP) માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. એક નામ મોહમ્મદ શમી (Mohammad Shami) નું સામે આવ્યું છે, જેને ભાજપ બંગાળથી ઉમેદવાર બનાવી શકે છે. આ અંગે અટકળોએ જોર પકડ્યું છે. આ અટકળો પાછળનું કારણ મોહમ્મદ શમીની ઉત્તરાખંડ (Uttarakhand) ના એક BJP નેતાના સમારોહમાં હાજરી હતી. જોકે, તેઓ અત્યાર સુધી ન તો કોઈ પાર્ટીમાં જોડાયા છે અને ન તો આ અંગે કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.
ભાજપ આ બેઠક પરથી શમીને ઉતારી શકે છે...
એક અહેવાલ મુજબ, ભાજપ મોહમ્મદ શમીને ચૂંટણીમાં ઉતારવાનું વિચારી રહી છે. આ માટે તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. જોકે, શમીએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી. સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ શમી સાથેની વાતચીત દરમિયાન તેને પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. ભાજપ બંગાળની બસીરહાટ લોકસભા સીટ પરથી શમીને મેદાનમાં ઉતારવા માંગે છે. હાલમાં આ સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસની નુસરત જહાં સાંસદ છે અને સંદેશખાલીનો વિસ્તાર પણ આ સંસદીય સીટ હેઠળ આવે છે. આ એ જ સંદેશખાલી છે, જ્યાં તાજેતરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પૂર્વ TMC નેતા શાહજહાં શેખ અને અન્યો પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
World Cup 2024 માં કર્યું હતું શાનદાર પ્રદર્શન
ભારતમાં રમાયેલા વર્લ્ડ કપ 2024 માં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 33 વર્ષીય શમીએ વર્લ્ડ કપમાં કુલ 7 મેચ રમી છે અને 24 વિકેટ લીધી છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 57 રનમાં 7 વિકેટ ઝડપી હતી. જે 50 ઓવરના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતીય બોલર દ્વારા અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ વિકેટનો રેકોર્ડ છે. શમીએ આ ટૂર્નામેન્ટમાં 3 વખત 5 વિકેટ લીધી હતી. આ પછી CM યોગીએ શમી સાથે મુલાકાત કરી હતી. તેણે જાહેરાત કરી હતી કે શમીના મૂળ ગામ અમરોહામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે.
આ પણ વાંચો - PM Modi : મોહમ્મદ શમીની ઝડપી રિકવરી માટે PM મોદીએ કરી કામના, સોશિયલ મીડિયા પર આપ્યો આ સંદેશ
આ પણ વાંચો - ICC Test Ranking: ICC માં ટેસ્ટ શ્રેણીના ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલે યાદીમાં ધમાલ મચાવી
આ પણ વાંચો - India vs England 5th Test : પ્રથમ દિવસ ભારતના નામે, અશ્વિન-કુલદીપ બાદ રોહિત-યશસ્વીએ મચાવ્યું ગદર