Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mohammed Shami Birthday: શમી માટે આજનો દિવસ ખાસ, જાણો કેવી રહી કારકિર્દી

મોહમ્મદ શમી આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે શમી ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે શમી Mohammed Shami Birthday: ભારતીય ટીમનો ખતરનાક ઝડપી બોલર મોહમ્મદ શમી...
mohammed shami birthday  શમી માટે આજનો દિવસ ખાસ  જાણો કેવી રહી કારકિર્દી
Advertisement
  • મોહમ્મદ શમી આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
  • શમી ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે
  • ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે શમી

Mohammed Shami Birthday: ભારતીય ટીમનો ખતરનાક ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami Birthday) આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર ચાહકો અને ક્રિકેટરો શમીને શુભેચ્છા (Mohammad Shami Birthday Wishes) પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફાસ્ટ બોલર ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. મોહમ્મદ શમી છેલ્લે 2023ના ODI વર્લ્ડકપમાં રમતા જોવા મળ્યો હતો. પરંતુ હવે શમી ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે, તેણે બોલિંગ પણ શરૂ કરી દીધી છે.

Advertisement

વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય

ODI વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. શમીને આ ટૂર્નામેન્ટમાં ભારત માટે તમામ મેચ રમવાની તક ન મળી હોવા છતાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ ODI વર્લ્ડકપ 2023માં 24 વિકેટ લીધી હતી. જે બાદ શમી ICC ODI વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 57 રનમાં 7 વિકેટ ઝડપી રહ્યું હતું. જે તેણે ન્યુઝીલેન્ડ સામે કર્યું હતું.

Advertisement

આ પણ  વાંચો -Paralympics માં એક દિવસમાં 8 Medal સાથે ભારત આ સ્થાને પહોંચ્યું

અંગત જીવનમાં ઉથલપાથલ

શમીનું અંગત જીવન એટલું સારું રહ્યું નથી. તેની પત્નીએ બોલર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ બંનેએ છૂટાછેડા પણ લીધા હતા. હવે શમી અને તેની પત્ની અલગ રહે છે. શમીની પુત્રી પણ તેની પત્ની સાથે રહે છે. મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા.

આ પણ  વાંચો -Paralympic 2024 : ભારતનું શાનદાર પ્રદર્શન,તીરંદાજીમાં ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

શમીની ક્રિકેટ કારકિર્દી

મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી-20 મેચ રમી છે. શમીએ 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે. આ સિવાય શમીએ 101 વનડે મેચમાં 195 વિકેટ લીધી છે. શમીના નામે 23 ટી20 મેચમાં 24 વિકેટ છે.

Tags :
Advertisement

Trending News

.

×