Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vav MLA Controversy : દારૂનું રાજકારણ, ગેનીબહેન અવારનવાર દારૂબંધીની મુહીમ કેમ ચલાવે છે ?

ગુજરાતના રાજકારણમાં દારૂબંધીનો મુદ્દો સમયાંતરે ચમકતો રહે છે. દારૂબંધીના નામે વિપક્ષના નેતાઓ અનેક વખત ભાજપ સરકાર (BJP Government) પર પ્રહાર પણ કરી ચૂક્યાં છે. વાસ્તવમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા પ્રયત્નશીલ રહી છે. રાજસ્થાનની સરહદને...
05:31 PM Jul 13, 2023 IST | Bankim Patel

ગુજરાતના રાજકારણમાં દારૂબંધીનો મુદ્દો સમયાંતરે ચમકતો રહે છે. દારૂબંધીના નામે વિપક્ષના નેતાઓ અનેક વખત ભાજપ સરકાર (BJP Government) પર પ્રહાર પણ કરી ચૂક્યાં છે. વાસ્તવમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા પ્રયત્નશીલ રહી છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસી ધારાસભ્ય (Congress MLA Vav) ગેનીબહેન ઠાકોર અનેક વખત દારૂના નામે સરકાર અને પોલીસને ઘેરવાનો પ્રયાસ કરી ચૂક્યાં છે. જો કે, આ વખતે ગેનીબહેનનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂની બોટલો સાથે મળી આવ્યો છે. હંમેશા સરકાર અને બનાસકાંઠા પોલીસ પર પ્રહાર કરનારા ગેનીબહેન બચાવની મુદ્ધામાં આવી ગયાં છે. રાજ્યના કેટલાંક સરહદી જિલ્લામાં દારૂને લઈને એક અલગ રાજકારણ રમવામાં આવી રહ્યું છે. જે સામાન્ય લોકોની સમજ બહારનું છે.

પોલીસે શું કાર્યવાહી કરી ?

\ભાભર તાલુકાના અબાસણા ગામે દારૂ વેચાઈ રહ્યો હોવાની બનાસકાંઠા એલસીબી (Banaskantha LCB) ને બાતમી મળી હતી. જેના આધારે બુધવારે સાંજે પોલીસ અબાસણા ગામે પહોંચી હતી અને પ્રહલાદ મણાજી ઠાકોરના ઘર બહાર આવેલી દુકાનમાંથી વ્હીસ્કી અને વોડકાની ત્રણ બોટલ મળી આવી હતી. પંચો રૂબરૂ કરવામાં આવેલા રેડ દરમિયાન બુટલેગર પ્રહલાદ મળી નહીં આવતા તેને FIR માં વૉન્ટેડ દર્શાવાયો છે. બુટલેગર સામેની કાર્યવાહી દરમિયાન પોલીસને એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. રમેશ નાગજી ઠાકોર (રહે. અબાસણા) ને પોલીસે પંચોની રૂબરૂમાં તપાસતાં તેની પાસેથી વોડકાના બે ક્વાટર (Vodka Bottle) મળી આવતાં તે કબજે લેવાયા છે. આ મામલે ભાભર પોલીસ સ્ટેશન (Bhabhar Police Station) માં બે ફરિયાદ નોંધવામાં આવી છે. પીધેલી હાલતમાં દારૂની બોટલ સાથે પકડાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેનના ભાઈ રમેશ ઠાકોરને ભાભર પોલીસે ગુરૂવારે જામીન પર મુક્ત કરી દીધો છે.

ગેનીબહેનનો લૂલો બચાવ

દારૂબંધીના નામે અનેક વખત બનાસકાંઠા જિલ્લામાં હંગામો કરી ચૂકેલા ગેનીબહેન પ્રથમ વખત ભીંસમાં મુકાયા છે. સગો ભાઈ નશાની હાલતમાં દારૂની બોટલો સાથે મળી આવ્યાના સમાચાર પ્રકાશિત થતાં ધારાસભ્ય ગેનીબહેને ફરી પાછા પોલીસ પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે. સગો ભાઈ પકડાતા બનાસકાંઠા જિલ્લામાં ગેનીબહેન ઠાકોર ચર્ચામાં આવી ગયાં છે. ભાઈની સામે પોલીસ કાર્યવાહી થતાં ગેનીબહેન ગાંધીનગર દોડી ગયા હતા. બુટલેગરો પર દરોડા પાડનારા ગેનીબહેન સગા ભાઈને દારૂ બંધ નથી કરાવી શકતાં તો શા માટે નાટકો કરે છે તેવી લોકમુખે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોરનો ગુજરાત ફર્સ્ટે સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હોવા છતાં તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.

દારૂના ધંધાનું રાજકારણ

બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન ખાતેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવે છે. બનાસકાંઠા એલસીબીએ પકડેલી દારૂની બોટલો પર ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી (For Sale In Rajasthan) લખેલું હોવાથી પોલીસ તપાસ રાજસ્થાન સુધી પહોંચશે. વિદેશી દારૂના વેપારમાં લાખો-કરોડો રૂપિયાની કમાણી હોવાથી બનાસકાંઠા જિલ્લાના ચોક્કસ રાજકારણીઓ આ ધંધા પર નજર જમાવીને રાખે છે. સમયાંતરે દારૂબંધીના કાયદાને લઈને કરવામાં આવતા તાયફાઓ પાછળ લાખો-કરોડો રૂપિયાનો ધંધો જવાબદાર છે. દારૂના ધંધા પર પકડ જમાવવા માટે બુટલેગરો રાજકારણીઓ સાથે મળીને ખેલ ખેલતા હોય છે અને તેમાં પોલીસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે.

આ પણ વાંચો : THE HISTORY OF GUJARAT : IPS HIMANSHU SHUKLA ની ટીમે કરેલા ISI AGENT ના કેસમાં અદાલત આપશે ચૂકાદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BJP GovernmentCongress MLAGeniben ThakorGujarat PoliceLiquor Business In GujaratProhibition of Alcohol
Next Article