Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં 21 હજાર લોકોનું સ્થળાંતર, ગાંધીનગરમાં હેમ રેડિયો સ્ટેશન ઉભુ કરાયુ

રાજ્યમાં તોળાઇ રહેલા અત્યંત ગંભીર બિપોરજોય વાવાઝોડા સામે બચવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પગલાં લઇ રહી છે. દરિયા કાંઠાના ગામોમાંથી જાનમાલનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા શરુ કરાઇ છે અને અત્યાર સુધી 21 હજાર લોકોનું...
રાજ્યમાં 21 હજાર લોકોનું સ્થળાંતર  ગાંધીનગરમાં હેમ રેડિયો સ્ટેશન ઉભુ કરાયુ
રાજ્યમાં તોળાઇ રહેલા અત્યંત ગંભીર બિપોરજોય વાવાઝોડા સામે બચવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પગલાં લઇ રહી છે. દરિયા કાંઠાના ગામોમાંથી જાનમાલનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા શરુ કરાઇ છે અને અત્યાર સુધી 21 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજ સાંજ સુધી સ્થળાંતરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.
વાવાઝોડાની અસર દેખાવાની શરુઆત
બિપોરજોય વાવાઝોડાના પગલે દરિયા કિનારાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર દેખાવાની શરુઆત થઇ ચુકી છે અને સોમવાર સાંજથી જ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ચક્રવાતની સાથે સાથે રાજ્ય સરકારે બચાવના પગલાં ભરવાની પણ શરુઆત થઇ શકી છે અને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે.
21 હજાર લોકોનું સ્થળાંતરણ
'બિપરજોય' ચક્રવાતને લઈ તંત્ર એલર્ટ છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાવાઝોડા સામે બચાવના પગલા રુપે  હાલ સ્થળાંતરણ પર જોર લગાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે 14 કે 15 મીએ વાવાઝોડું લેન્ડ ફોલ થશે અને તે પહેલાં સ્થળાંતરની પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે. રાજ્યમાં 20 થી 21 હજાર લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે અને  આજે 5 વાગ્યા સુધીમાં સ્થળાંતરણની કામગીરી પૂર્ણ થશે.
હેમ રેડિયો સેવા શરૂ
બીજી તરફ બિપોરજોય ચક્રવાતને લઈ હેમ રેડિયો સેવા શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભું કરાયું છે.   લાઈસન્સ ધારક હેમ રેડિયો ઓપરેટરે આ રેડીયો સ્ટેશન ઉભુ કર્યું છે. હેમ રેડિયો દ્વારા કોમ્યુનિકેશન કરી શકાય છે અને હેમ રેડિયોમાં ટાવર કે સિગ્નલની જરૂર પડતી નથી.
Advertisement
Tags :
Advertisement

.