MI VS CSK : ચેન્નાઈએ મુંબઈને તેમના જ ઘરમાં આપી હાર, રોહિત - ધોની શો ના ફેન્સ થયા કાયલ
MI VS CSK : IPL 2024 ની 29 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ( MI ) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની ( CSK ) વચ્ચે EL CLASSICO હતી. આ બને ટીમ વચ્ચે જ્યારે પણ મેચ રમાય છે, મેચ એકદમ સુપરહિટ રહે છે, કારણ કે બને ટીમો ચેમ્પિયન ટીમો છે. આજે આ મહામુકાબલામાં એમ એસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સએ મુંબઈને ઘરમાં વાનખેડે સ્ટેડિયમમાં જઈને તેમને મેચ હરાવી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા અને મુંબઈ રોહિત શર્માના શતક મારવા છતાં 186 સુધી જ પહોંચી શકી હતી.
યુવા કપ્તાન ગાયકવાડ અને શિવમની તૂફાની પારી
Smashed Left and Right! 🦁 💪🏽🔥 #MIvCSK #WhistlePodu pic.twitter.com/KzpyUlkp76
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2024
આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતાં વાનખેડેના આ પિચ ઉપર ધમાલ મચાવી હતી. ચેન્નાઈએ શાનદાર બેટિંગ કરતાં 20 ઓવરમાં 206 રન ફટકાર્યા હતા. સૌ પ્રથમ કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે બેટિંગ કરતી વખતે શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ગાયકવાડે શાનદાર અડધી સદી ફટકારી હતી અને 69 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ગાયકવાડે 5 ફોર અને 5 શાનદાર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ ચેન્નાઈના પાવર હીટર શિવમ દુબેએ પણ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. બેટિંગ દરમિયાન શિવમ દુબેએ 38 બોલમાં 66 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન દુબેએ 10 ચોગ્ગા અને 2 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.
42 વર્ષની ઉમરે પણ MS DHONI બાદશાહ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
MS DHONI - 6,6,6 IN THREE CONSECUTIVE BALLS IN 20th OVER. 🤯🔥🦁 pic.twitter.com/accAqHFhl7
— Johns. (@CricCrazyJohns) April 14, 2024
CSKની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ધોની બેટિંગ કરવા આવ્યો હતો. ડેરીલ મિશેલની વિકેટ પડતાની સાથે જ ધોની બેટિંગ કરવા મેદાનમાં પહોંચ્યો હતો.CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ મેચમાં ભલે માત્ર 4 બોલ રમવાના મળ્યા હોય, પરંતુ આ 4 બોલમાં ધોનીએ ફેન્સનું ખૂબ મનોરંજન કર્યું. ધોનીએ આ ચાર બોલ પર 3 શાનદાર સિક્સર ફટકારી હતી. ધોનીએ 500ના સ્ટ્રાઈક રેટથી 4 બોલમાં 20 રન બનાવ્યા. તેના આવતાની સાથે જ ધોનીએ પહેલા જ બોલથી જ પોતાનો જાદુ બતાવવાનું શરૂ કરી દીધું હતું. ધોનીએ હાર્દિકને સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ સાથે IPLમાં ધોનીના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો.
MS DHONI BECOMES THE FIRST INDIAN TO HIT 3 SIXES ON THE FIRST 3 BALLS IN AN IPL INNINGS...!!! 🤯
- MSD scripting history at the age of 42. 🫡❤️ pic.twitter.com/2A5nol2bWv
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024
ધોની IPLમાં પ્રથમ ત્રણ બોલ પર સતત ત્રણ સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. ધોનીએ 42 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેન પણ આજ સુધી IPLમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી.
MUMBAI INDIAS માટે રોહિત શર્મા સાબિત થયા સુપર HIT
काय लढलास रे, Ro! 🫡💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvCSK | @ImRo45 pic.twitter.com/1Q3cF1JUyL
— Mumbai Indians (@mipaltan) April 14, 2024
મુંબઈ ઈંડિયંસ ( MI ) જ્યારે આ વિશાળ લક્ષ્યનો પીછો કરવા માટે આવ્યા ત્યારે ઇશાન કિશન અને રોહિત શર્માએ ટીમને એક સફળ શરૂઆત અપાવી હતી. પરંતુ ત્યાર બાદ ઇશાન કિશન 15 બોલમાં 23 રન ફટકારીને પથીરાનાનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ કોઈ અન્ય કોઈ પણ મુંબઈના બેટ્સમેન ખાસ દેખાવ કરવામાં અસફળ રહ્યા હતા. ત્યાર બાદ ફક્ત રોહિત શર્મા શો એકતરફી ચાલ્યો હતો. મુંબઈના મનપસંદ પૂર્વ કપ્તાન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં શતક ફટકારી હતી. રોહિતએ 63 બોલમાં 105 રન ફટકાર્યા હતા. આ પારીમાં તેણે 11 ચોગ્ગા અને 5 સિક્સર માર્યા હતા.
મતિષા પથીરાના - ચેન્નાઈના GOLDEN PLAYER
CSKની ફાસ્ટ બોલર મતિષા પથિરાનાએ આ મેચ જીતવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. આ મેચમાં મતિષા પથિરાનાએ શાનદાર બોલિંગ કરી હતી. બોલિંગ કરતી વખતે મથિશા પથિરાનાએ 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ મેચમાં તેણે ઇશાન કિશન, સુર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોમૅરિયો શેફર્ડને આઉટ કર્યા હતા.
આ પણ વાંચો : KKR VS LSG : ઇડન ગાર્ડનમાં KKR નું રાજ કાયમ, લખનૌ સામે હાંસલ કરી મોટી જીત