Mehsana : 300 વર્ષ જૂના રામેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત!
- Mehsana નાં વિજાપુરનાં ગુછળી ગામમાં મંદિરનાં જીર્ણોદ્ધારનો કાર્યક્રમ
- 300 વર્ષ જૂના અને પૌરાણિક રામેશ્વર મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ
- કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
- ઔષધિ વન, બુલી વનનું સુંદર આયોજન થયું છે: CM
મહેસાણા (Mehsana) જિલ્લાનાં વિજાપુરનાં ગુછળી ગામમાં મંદિરનાં જીર્ણોદ્ધારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ મયંક નાયક, રાજ્ય સરકારનાં કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel), લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, MLA સી.જે. ચાવડા, મંત્રી મુળુભાઈ બેરા, MLA જે.એસ પટેલ, સિદ્ધિ ગ્રુપનાં (Siddhi Group) ચેરમેન મુકેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ મંદિર બ્રિક્સ ડિઝાઇન થકી તૈયાર કરાયું છે.
આ પણ વાંચો - Surat : આશીર્વાદ મહોત્સવમાં CR પાટીલે કહ્યું - જળસંચય માટે જનભાગીદારીએ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ..!
300 વર્ષ જૂના અને પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ
મહેસાણા (Mehsana) જિલ્લાનાં વિજાપુર તાલુકાનાં ગુછળી ગામમાં 300 વર્ષ જૂના અને પૌરાણિક રામેશ્વર મંદિરનો (Rameshwar Temple) જીર્ણોદ્ધારનો કાર્યક્રમ યોજાયો હતો. બ્રિક્સ ડિઝાઇન થકી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારનાં કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, MLA સી.જે. ચાવડા, મંત્રી મુળુભાઈ બેરા, MLA જે.એસ. પટેલ, સિદ્ધિ ગ્રુપનાં ચેરમેન મુકેશભાઇ પટેલ (Mukeshbhai Patel) સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Gondal : તીર્થધામ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી
આ મંદિર અને સ્થાન વિકાસ પામે તે માટે સરકાર સાથે છે : CM
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) લોકોને સંબોધિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા વર્ષની સૌને શુભેચ્છાઓ. ઔષધિ વન, બુલી વનનું સુંદર આયોજન થયું છે. આ આયોજન બદલ આયોજકોને અભિનંદન. આ મંદિર અને સ્થાન વિકાસ પામે તે માટે સરકાર સાથે છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Happy New Year : નવા વર્ષ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન