ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : કારને બચાવવા ST બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, નીચે પટકાતા મુસાફરનું મોત

મહેસાણાનાં (Mehsana) ખેરાલુ-સતલાસણા હાઈવે પર અકસ્માત બસ ડ્રાઈવરે કારને બચાવવા અચાનક બ્રેક મારતા બની ઘટના આગળની સીટમાં બેસેલ પેસેન્જર બસમાંથી નીચે પટકાતા મોત મહેસાણાનાં (Mehsana) ખેરાલુ સતલાસણા હાઈવે પર આજે એક ભયંકર અકસ્માત થયો હતો. ST બસ ડ્રાઇવરે કારને...
11:42 PM Sep 28, 2024 IST | Vipul Sen
  1. મહેસાણાનાં (Mehsana) ખેરાલુ-સતલાસણા હાઈવે પર અકસ્માત
  2. બસ ડ્રાઈવરે કારને બચાવવા અચાનક બ્રેક મારતા બની ઘટના
  3. આગળની સીટમાં બેસેલ પેસેન્જર બસમાંથી નીચે પટકાતા મોત

મહેસાણાનાં (Mehsana) ખેરાલુ સતલાસણા હાઈવે પર આજે એક ભયંકર અકસ્માત થયો હતો. ST બસ ડ્રાઇવરે કારને બચાવવા માટે અચાનક બ્રેક મારતા આગળની સીટ પર બેઠેલા 68 વર્ષીય પેસેન્જર બસમાંથી નીચે પટકાયા હતા. મુસાફરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ (Kheralu Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ મુસાફરનું મોત નીપજ્યું છે. આ મામલે ખેરાલુ પોલીસે હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - Dwarka Accident : 7 મૃતકોની ઓળખ આવી સામે, MP પરિમલ નથવાણીએ વ્યક્ત ક્યો શોક

અંબાજીમાં દર્શન કરી સુરત જવા માટે બસમાં બેઠા હતા

વિગતે વાત કરીએ તો અંબાજીમાં (Ambaji) દર્શન કરીને સુરત (Surat) જવા માટે 68 વર્ષીય મુકેશભાઈ કનુભાઈ દવે પત્ની સાથે અંબાજીથી વાઘોડિયા જતી બસમાં આગળની સીટ પર બેઠા હતા. ખેરાલુ-સતલાસણા હાઈવે (Kheralu Satlasana Highway) પર કેસરપુરા પાટિયા નજીક બસ આગળ એક કાર આવી જતાં ST બસ ડ્રાઇવરે કારને બચાવવા માટે અચાનક બ્રેક મારી હતી. આથી, મુકેશભાઈ બસમાંથી નીચે રોડ પર પટકાયા હતા. મુકેશભાઈને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ (Mehsana) ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Dwarka : દ્વારકા- જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત, 6 થી 7 લોકોનાં મોતનાં અહેવાલ

સારવાર મળે તે પહેલા જ વૃદ્ધ મુસાફરનું મોત

જો કે, સારવાર મળે તે પહેલા જ ખેરાલુ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરે મુકેશભાઈ દવેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે ખેરાલુ પોલીસની (Kheralu Police) ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક રાજકીય આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મુકેશભાઈના અચાનક અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો - Navratri 2024 : ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને ખેલૈયાઓએ બિરદાવ્યો, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!

Tags :
AmbajiGSRTCGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsKheralu Civil HospitalKheralu PoliceKheralu Satlasana HighwayLatest Gujarati NewsMehsanaRaod AccidentST BusSuratWaghodia
Next Article