Mehsana : ઉમિયાધામમાં CM એ ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, નીતિન પટેલનાં નિવેદનથી સૌ ખળખળાટ હસ્યા
- ઉમિયાધામ ખાતે CM એ આજથી ધજા મહોત્સવની શરૂઆત કરાવી
- આપણે વિરાસત સાચવી વિકાસ કરવાનો છે : CM
- આપણા મુખ્યમંત્રીને ગુસ્સો કરાવો તો હું તેને ઇનામ આપીશ: નીતિન પટેલ
મહેસાણાનાં (Mehsana) ઊંઝામાં આવેલા ઉમિયાધામ ખાતે આજથી ધજા મહોત્સવની (Dhaja Mohotsav) શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે આ ધજા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી આ મહોત્સવ યોજાશે. આ મહોત્સવ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલે લોકોને સંબોધિત પણ કર્યા હતા.
આપણી સંસ્કૃતિ સચવાશે તો જ જનજીવન પણ સચવાશે : CM ભૂપેન્દ્ર પટેલ
મહેસાણા (Mehsana) જિલ્લાનાં ઊંઝા (Unjha) ખાતે આવેલા ઉમિયાધામમાં ધજા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ઊંઝાનું ઉમિયાધામ (Umiyadham) માત્ર પાટીદાર નહીં પણ દરેક સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આપણે વિરાસત સાચવી વિકાસ કરવાનો છે. આપણી સંસ્કૃતિ સચવાશે તો જ જનજીવન પણ સચવાશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, 'એક પેડ માં કે નામ' (Ek ped maa ke naam) સૂત્ર સાકાર કરવાનું છે. દરેકે એક છોડ વાવવાનાં ભગીરથ કાર્યમાં જોડાવાનું છે. માનનીય નરેન્દ્રભાઇનો (PM Narendra Modi) 'વિકસિત ભારત'નો સંકલ્પ છે તેને સાકાર કરવાનો છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!
ધજા મહોત્સવમાં રૂ. 4 કરોડથી વધુનું દાન મળ્યું : નીતિન પટેલ
બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, આપણા હિન્દુ ધર્મમાં મંદિર જેટલું જ ધજાનું પણ મહત્ત્વ છે. યથાશક્તિ પ્રમાણે ભક્તો ધજા ચડાવતા હોય છે. ઊંઝાએ ગુજરાતનાં લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઊંઝા સંસ્થા દ્વારા અનેક સામાજિક સેવાઓ કરાય છે. રાજસ્થાન, MP સહિત રાજ્યોમાં માં ઉમિયાનાં અનેક મંદિરો બન્યા છે. સાથે જ અમેરિકામાં પણ કરોડો રૂપિયાનાં ખર્ચે મંદિરો બન્યા છે. હવે, સોલામાં પણ ઊંઝા મંદિર જેવું મંદિર બનવા જઈ રહ્યું છે. નીતિન પટેલે આગળ કહ્યું કે, ધજા મહોત્સવમાં રૂ. 4 કરોડથી વધુ દાન ઉમિયા માતાને મળ્યું છે. ઊંઝા સંસ્થાને જરૂર પડી છે ત્યારે રાજ્ય સરકારે મદદ કરી છે.
આ પણ વાંચો - અભ્યાસ માટે Amreli જતી અમદાવાદની સગીરા પર બસમાં દુષ્કર્મ, નરાધમને 20 વર્ષની કેદ
'આપણા મુખ્યમંત્રીને ગુસ્સો કરાવો તો હું તેને ઇનામ આપીશ'
આ સાથે નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આપણને મૃદુ અને હસમુખા મુખ્યમંત્રી મળ્યા છે. મુખ્યમંત્રીને જ્યારે પણ જુઓ ત્યારે તેઓ હસતા જ હોય છે. નીતિન પટેલે કહ્યું કે, આપણા મુખ્યમંત્રીને ગુસ્સો કરાવો તો હું તેને ઇનામ આપીશ.
11 હજાર ધર્મ ધજા, 1868 માં ઉમા પ્રાગટ્ય ધજાઓ ચઢાવાશે
જણાવી દઈએ કે, ધજા મહોત્સવનાં પ્રારંભ નિમિત્તે મહેસાણા (Mehsana) સાસંદ હરિભાઈ પટેલ, ઊંઝાનાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ધજા મહોત્સવ (Dhaja Mohotsav) 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે. મહોત્સવ દરમિયાન, 11 હજાર ધર્મ ધજા, 1868 માં ઉમા પ્રાગટ્ય ધજાઓ મંદિરે ચઢાવાશે. આ ધજાઓ ઉમિયા માતાજી નિજ મંદિરની શિખરે ચઢાવવામાં આવશે.
આ પણ વાંચો - Surat : 15 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર 19 વર્ષીય કુટુંબી ભાઈને સખત સજા