ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા, ડૂબી જવાથી માસૂમનું મોત

તળાવમાં 4 બાળકો નાહવા પડતા બની ગોઝારી ઘટના (Mehsana) ધોરણ 8 માં અભ્યાસ કરતા એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત ફાયર બ્રિગેડની ટીમે બાળકની લાશને તળાવમાંથી બહાર કાઢી મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરમાં એક ગોઝારી ઘટના બની છે. ધોરણ 8...
09:40 AM Nov 05, 2024 IST | Vipul Sen
  1. તળાવમાં 4 બાળકો નાહવા પડતા બની ગોઝારી ઘટના (Mehsana)
  2. ધોરણ 8 માં અભ્યાસ કરતા એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત
  3. ફાયર બ્રિગેડની ટીમે બાળકની લાશને તળાવમાંથી બહાર કાઢી

મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરમાં એક ગોઝારી ઘટના બની છે. ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અન્ય 3 બાળકો સાથે તળાવમાં નાહવા ગયો હતો. દરમિયાન, તળાવનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે બાળકનાં મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Weather Forecast : ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે તાપામાન ?

તળાવમાં 4 બાળકો નાહવામાં ગયા હતા

પ્રાથમિક માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગર તાલુકાનાં (Visanagar) વાઘજીપુરા ગામે દુ:ખદ ઘટના બની છે. ગામ નજીક આવેલા તળાવમાં 4 બાળકો નાહવામાં ગયા હતા. તળાવમાં નહાતી વખતે ચારેય બાળકો ડૂબવા લાગ્યા હતા. જો કે, 3 બાળકો તળાવમાંથી જાતે જ બહાર આવવામાં સફળ થયા હતા. જ્યારે એક માસૂમનો ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.

આ પણ વાંચો - Attack on Hindu Temple: દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું - ‘મંદિર પર હુમલો કરી શું પ્રાપ્ત થશે?

માસૂમનાં મોતથી પરિવારમાં ભારે શોક

તળાવમાં ડૂબી જવાથી માસૂમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigade) થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માસૂમ બાળકનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને બાળકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, મૃતક બાળક ધો. 8 નો વિદ્યાર્થી હતો. માસૂમનું મોત થતાં મૃતક બાળકનાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો - Visnagar: કમાણામાં સામાન્ય બાબતે જૂથ અથડામણ, ટોળાને વિખેરવા ટિયર ગેસ છોડવામાં આવ્યાં

Tags :
Breaking News In GujaratiChild dead Lakefire brigadeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMehsanaNews In GujaratiVisanagarWaghjipura Village
Next Article