Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વર બાદ Dahod માં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું, દિલ્હી DRI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!

દિલ્હી DRI એજેન્સીની દાહોદનાં મોટી કાર્યવાહી મેઘનગર GIDC વિસ્તારની દવા કંપનીમાં દરોડા રૂ. 168 કરોડનું 112 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો દાહોદનાં 2 અને વડોદરાનો 1 મળી કુલ 4 ની ધરપકડ ગુજરાતનાં અંકલેશ્વરમાં (Ankleshwar) કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ પકડાયા...
અંકલેશ્વર બાદ dahod માં કરોડો રૂપિયાનું md ડ્રગ્સ ઝડપાયું  દિલ્હી dri ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
  1. દિલ્હી DRI એજેન્સીની દાહોદનાં મોટી કાર્યવાહી
  2. મેઘનગર GIDC વિસ્તારની દવા કંપનીમાં દરોડા
  3. રૂ. 168 કરોડનું 112 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  4. દાહોદનાં 2 અને વડોદરાનો 1 મળી કુલ 4 ની ધરપકડ

ગુજરાતનાં અંકલેશ્વરમાં (Ankleshwar) કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ પકડાયા બાદ હવે મધ્ય ગુજરાતનાં આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ (Dahod) જિલ્લાનાં સરહદે આવેલી દવા બનાવતી કંપનીમાંથી કરોડોની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દિલ્હી DRI ની ટીમે કંપનીમાં દરોડો પાડીને આ કાર્યવાહી કરી છે, જેમાં દાહોદનાં 2 અને વડોદરાનો (Vadodara) 1 મળી કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાનાં 1 મહિના બાદ વધુ 3 ની ધરપકડ

Advertisement

દવા બનાવતી કંપનીમાં દિલ્હી DRI ની ટીમનાં દરોડા

દાહોદ (Dahod) જિલ્લાનાં સરહદે આવેલા જાગવાનાં મેઘનગર GIDC વિસ્તારમાં (Meghnagar GID) દવા બનાવતી કંપની મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડમાં દિલ્હી DRI ની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કંપનીમાંથી રૂ.168 કરોડની કિંમતનો 112 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 36 કિલો ડ્રગ્સ પાઉડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કંપનીમાં (Meghnagar Farm Chem Pvt Ltd) હાજર કુલ 4 ઈસમોને ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Amreli : BJP માં આવ્યા બાદ પ્રથમ વખત પૂર્વ MLA અંબરીશ ડેરને સોંપાઈ આ મોટી જવાબદારી

Advertisement

કંપનીનાં સંચાલકનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર

માહિતી મુજબ, ઝડપાયેલ 4 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માગ કરવામાં આવી હતી. નામદાર કોર્ટે કંપની સંચાલક વિજય રાઠોડના 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 3 ઈસમોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. DRI ની ટીમે (Delhi DRI) કંપનીમાંથી કેમિકલ તેમ જ અન્ય મશીનરી પણ જપ્ત કરી હતી. એજન્સીની પ્રાથમિક તપાસમાં દવાની કંપનીમાં દાહોદનાં પિતા-પુત્ર ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરતા હતા અને કંપનીમાંથી ઇન્જેક્શન ફોર્મ, પાઉડર ફોર્મ તેમ જ અન્ય એક ફોર્મ મળી કુલ 3 ફોર્મમાં MD ડ્રગ્સ બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીનો માલિક ગુજરાતનો જ હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો - Surat : Gym માં વધુ એક હાર્ટ એટેક! ટ્રેડમિલ પર ચાલતી વેળાએ વેપારી અચાનક ઢળી પડ્યો

Tags :
Advertisement

.