પાટણમાં નવા વર્ષના દિવસે જ વિનાશકારી આગજનીની દુર્ઘટના સર્જાઈ
- દુકાનમાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી
- 4 થી 5 કલાકની મહેનત પછી આગ ઉપર કાબૂ મેળવ્યો
- દુકાનના માલિકને લાખોનું નવા વર્ષના દિવસે નુકસાન થયું
Market Shop Fire At Patan : દેશમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દિવાળીના દિવસે આગજનીની ઘટનાઓ સામે આવી હતી. જોકે આ ઘટનાઓમાં કોઈપણ જાનહાની સામે આવી ન હતી. તો આજરોજ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યો નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આવેલા પાટણમાં એક આકસ્મિક ઘટના સામે આવી હતી. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને આગળ તજવીજ શરૂ કરી છે.
દુકાનમાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી
પાટણ શહેરના જૂના ગંજબજારમાં આવેલી દુકાનમાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી. આ દુકાનમાં ગાદલા ગોદડા અને રજાઈ સહિતના સર સામાનનું વેચાણ કરવામાં આવતું હતું. તો આ દુકાનનું નામ જયવીર સિલેક્શન છે. જ્યારે આગ લાગી ત્યારે દુકાનની આસપાસ લોકોના ટોળો ઉમટી પડ્યા હતા. ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને આ મામલે સૂચન કર્યું હતું.
આ પણ વાંચો: Kheda : ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત
4 થી 5 કલાકની મહેનત પછી આગ ઉપર કાબૂ મેળવ્યો
તેથી તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી. તેની સાથે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે નોંધા લેવા આવ્યો હતો. જોકે આ દુકાનમાં લાગેલી આગએ ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેથી સ્થાનિક ફાયર વિભાગની ટીમે સિદ્ધપુર, ડીસા અને મહેસાણા- નગરપાલિકાના ફાયર વિભાગ ને પણ આ આગ ઓલવવા માટે તાબડતોબ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારે આશરે 4 થી 5 કલાકની મહેનત પછી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
દુકાનના માલિકને લાખોનું નવા વર્ષના દિવસે નુકસાન થયું
જોકે આ દુર્ઘટનામાં જયવીર સિલેક્શનના માલિકને લાખોનું નવા વર્ષના દિવસે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત આ મામલે પોલીસ ફરિયાદન પણ નોંધી છે. તેની સાથે આ આગ કેવી રીતે લાગી હતી, તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું હતું. પરંતુ પોલીસે આ દુકાનની આસપાસ આવેલી દુકાના માલિક અને ઘટનાસ્થળની નજીક આવેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: રાજ્યના આ જિલ્લામાં ગાયોનું ઝુંડ શરીર ઉપરથી દોડાવી ક્ષમાયાચનાની પ્રાચીન પરંપરા