Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Meta CEO : માર્ક ઝકરબર્ગની દિનચર્યા શું છે ?

Meta CEO : માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતાની દિનચર્યાનો ખુલાસો કર્યો છે. 39 વર્ષના માર્ક ઝકરબર્ગની દિનચર્યા પણ સામાન્ય વ્યક્તિ જેવી છે. ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મના માલિક અને Meta CEO માર્ક ઝકરબર્ગે (Mark...
meta ceo   માર્ક ઝકરબર્ગની દિનચર્યા શું છે

Meta CEO : માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતાની દિનચર્યાનો ખુલાસો કર્યો છે. 39 વર્ષના માર્ક ઝકરબર્ગની દિનચર્યા પણ સામાન્ય વ્યક્તિ જેવી છે. ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મના માલિક અને Meta CEO માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) ફેસબુક પર આયોજિત લાઈવ સેશન દરમિયાન પોતાની દિનચર્યાનો ખુલાસો કર્યો છે. Meta CEO માર્ક ઘણીવાર ફેસબુક પર લાઇવ સેશન કરે છે અને તેમની રુચિઓ વિશે વાત કરે છે.

Advertisement

સવારે ઉઠતાની સાથે જ આ કામ કરે છે

ફેસબુકના સીઈઓ, મેટાએ લાઈવ સેશન દરમિયાન જણાવ્યું કે તેઓ તેમના દિવસની શરૂઆત સવારે 8 વાગ્યાની આસપાસ કરે છે. સવારે ઉઠ્યા પછી, તે કોફી કે ચા પીતા નથી, પરંતુ તેના વિશ્વાસુ સાથી એટલે કે તેમનો સ્માર્ટફોન ઉપાડે છે અને પછી તે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ - ફેસબુક, મેસેન્જર અને વોટ્સએપ પર આવતા સંદેશાઓને ચેક કરે છે જેથી તે વિશ્વભરમાં થઈ રહેલી પ્રવૃત્તિઓ વિશે અપડેટ રહી શકે.

વર્કઆઉટ

લાઈવ સેશન દરમિયાન, માર્ક ઝકરબર્ગે કહ્યું કે તે પોતાનો દિવસ શરૂ કરતા પહેલા લોકો સાથે ડિજિટલ રીતે જોડાય છે. જોકે, માર્ક ઝકરબર્ગ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. તાજેતરમાં, માર્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના અન્ય રસ વિશે ખુલાસો કર્યો હતો. તે મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA)ની તાલીમ પણ લઈ રહ્યા છે. આટલું જ નહીં, તે દરરોજ વર્કઆઉટ કરીને 4,000 કેલરી બર્ન કરે છે.

Advertisement

સોશિયલ મીડિયા કંપની મેટાના ભવિષ્ય વિશે સંકેતો આપ્યા

જો કે, આ લાઈવ સેશન દરમિયાન માર્ક ઝકરબર્ગે તેમની અન્ય કોઈ આદતો જાહેર કરી ન હતી. લાઇવ સેશન દરમિયાન, વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક માર્ક ઝુગરબર્ગે પણ તેમની સોશિયલ મીડિયા કંપની મેટાના ભવિષ્ય વિશે સંકેતો આપ્યા. આ ડિજિટલ યુગમાં, માત્ર તમે જ નહીં, માર્ક ઝકરબર્ગ જેવા પ્રભાવશાળી લોકો પણ છે, જેઓ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનને જુએ છે અને વિશ્વભરમાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજર રાખે છે અને અપડેટ રહે છે.

આ પણ વાંચો----તમારૂં INSTAGRAM એકાઉન્ટ ક્યા ક્યા લોગ ઈન છે? આ રીતે કરો SECURE

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.