વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ
- ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભમાં અનેક દિગ્ગજો હાજર
- ટિકટોકના સીઇઓ પણ શપથગ્રહણ સમારોહમાં રહ્યા હાજર
- માર્ક જકરબર્ગ અને એમેજોનના માલિક જેફ બેઝોસ પણ હાજર
વોશિંગ્ટન : સમારંભમાં માર્ક જકરબર્ગ પત્ની પ્રિસીલિયા ચૈનની સાથે પહોંચ્યા હતા. ટ્રમ્પના અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ માટે આયોજિત સમારોહમાં વિશ્વની મોટી કંપનીઓનાં CEO પણ હાજર હતા.
ટ્રમ્પના શપથગ્રહણમાં સેંકડો ઉદ્યોગપતિ હાજર
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સમગ્ર વિશ્વના સૌથી અમીર લોકોથી માંડીને અનેક દિગ્ગજો જોડાયા હતા. જેમાં મેટાના CEO માર્ક જકરબર્ગ પણ હતા. બીજી તરફ તેમની એક એવી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં લોકો હવે નવા મીમ ગણાવી રહ્યા છે. આ તસ્વીર એમેઝોનના માલિક જેફ બેઝોસની મંગેતર લોરેશ સાંચેજ અંગેની છે.
આ પણ વાંચો : Saif Ali Khan હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્ની અને મા લેવા આવ્યા
સાંચેઝ પહેલા જ પોતાના ડ્રેસના કારણે ટ્રોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં જોઇ શકાય છે કે, સાંચેજ, જકરબર્ગ અને બેઝોસની વચ્ચે બેઠેલા છે. બીજી તરફ મેટાના સીઇઓ તેમને ઘુરતા જોવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમમાં પોતાના કપડાના કારણે સાંચેજ પહેલા જ ખુબ જ ટિકાનો સામનો કરી ચુક્યા છે. તેવામાં જકરબર્ગની આ તસ્વીર પર હવે સોશિયલ મીડિયાની જનતા ભારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
BREAKING: Mark Zuckerberg 😂
— DogeDesigner (@cb_doge) January 20, 2025
જકરબર્ગ પત્ની પ્રિસીલિયા ચૈન સાથે પહોંચ્યા
આ સમારંભમાં જકરબર્ગ પત્ની પ્રિસીલિયા ચૈનની સાથે પહોંચ્યા હતા. ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ માટે આયોજિત સમારંભમાં વિશ્વની મોટી કંપનીઓના CEO પણ હાજર હતા. જકરબર્ગ અને બેઝોસ ઉપરાંત ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને ટ્રમ્પના સૌથી નજીકના સલાહકારોમાં એક એલન મસ્ક પણ સમારંભમાં હાજર હતા. એપ્પલના સીઇઓ ટિમ કુક, ભારતથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ટિકટોકના સીઇઓ શોઉ જી ચ્યુ પણ સમારંભમાં હાજર હતા.
આ પણ વાંચો : Sthanik Swaraj Election : ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? તારીખોની થઈ જાહેરાત
ટ્રમ્પ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ બન્યા
ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અમેરિકાની રાજધાની વધારે ઠંડી હોવાના કારણે શપથ ગ્રહણ સમારંભ ખુલા સ્થાન પર આયોજિત કરવાની યોજના બનાવાઇ છે. ગત્ત વર્ષે નવેમ્બરમાં આયોજિત ચૂંટણીમાં તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હૈરિસને પરાજીત કર્યા હતા. ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.
આ પણ વાંચો : Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ