Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

38 વર્ષની Divya Sridhar એ 11 વર્ષ મોટા બાબાજી સાથે કર્યા લગ્ન...

મલયાલમ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધરે એક્ટર અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા પેજ ઝડપથી થઇ વાયરલ અભિનેત્રી દિવ્યા શ્રીધરથી 11 વર્ષ નાની Divya Sridhar : મલયાલમ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધર ( Divya...
38 વર્ષની divya sridhar એ 11 વર્ષ મોટા બાબાજી સાથે કર્યા લગ્ન
Advertisement
  • મલયાલમ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધરે એક્ટર અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા
  • લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા પેજ ઝડપથી થઇ વાયરલ
  • અભિનેત્રી દિવ્યા શ્રીધરથી 11 વર્ષ નાની

Divya Sridhar : મલયાલમ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધર ( Divya Sridhar) તેના બીજા લગ્નને કારણે ચર્ચામાં આવી છે. તેણે એક્ટર અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે, જે 49 વર્ષના છે. આ કપલે 30 ઓક્ટોબરે યોજાયેલા લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. શેર કરાયેલી એક તસવીરમાં ક્રિસ દિવ્યાને કિસ કરતા જોવા મળી રહ્યા છે, જે ફોટો ખૂબ ચર્ચામાં છે.

પહેલીવાર ટીવી શો પત્રમટ્ટુના સેટ પર મળ્યા

લવસ્ટોરીની વાત કરીએ તો ક્રિસ વેણુગોપાલ અને દિવ્યા શ્રીધર પહેલીવાર ટીવી શો પત્રમટ્ટુના સેટ પર મળ્યા હતા, ત્યારબાદ બંને મિત્રો બન્યા હતા અને પછી થોડા સમય પછી બંને પ્રેમમાં પડ્યા હતા.

Advertisement

ક્રિસે દિવ્યા સાથે લગ્ન કરતા પહેલા તેના બાળકો વિશે સલાહ પણ લીધી

જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા ક્રિસે દિવ્યા સાથે લગ્ન કરતા પહેલા તેના બાળકો વિશે સલાહ પણ લીધી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેની પુત્રીએ ક્રિસને તેના બીજા લગ્ન માટે સ્વીકારી લીધો છે.

Advertisement

ક્રિસ વેણુગોપાલ માત્ર એક્ટર જ નથી પણ લેખક પણ છે

ક્રિસ વેણુગોપાલની વાત કરીએ તો તે માત્ર એક્ટર જ નથી પણ લેખક પણ છે. આ સિવાય તેમણે ટીવી શો અને પુલ્લુ રાઇઝિંગ, સંબવસ્થલથુ નિન્નમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ક્રિસ સાથેના લગ્ન અંગે દિવ્યાએ કહ્યું કે તેની સાથે લગ્ન તેના જીવનનો એક નવો અધ્યાય છે અને તે આવો જીવનસાથી મેળવીને ખુશ છે.

આ પણ વાંચો----Hrithik Roashan:રિતિક રોશને ગર્લફ્રેન્ડના બર્થડે પર વરસાવ્યો પ્રેમ!

દિવ્યા શ્રીધરથી 11 વર્ષ નાની

ક્રિસ વેણુગોપાલ 49 વર્ષના છે જ્યારે અભિનેત્રી દિવ્યા શ્રીધર તેમનાથી 11 વર્ષ નાની છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દિવ્યાને ઉંમરના આ તફાવતને લઈને ટ્રોલ પણ કરી છે. પરંતુ, બંને માને છે કે પરસ્પર સમજણ અને આદરને ઉંમર કરતાં વધુ મહત્વ આપવું જોઈએ. દિવ્યાએ કહ્યું કે ક્રિસ સાથે તેને તેના બાળકો માટે એક નવો જીવન સાથી અને એક સારો પિતા મળ્યો છે.

દિવ્યા શ્રીધરના આ બીજા લગ્ન

અભિનેત્રી દિવ્યા શ્રીધરના આ બીજા લગ્ન છે. પહેલા પતિથી અલગ થયા બાદ તે પોતાના બાળકો સાથે રહેતી હતી. દિવ્યાએ જણાવ્યું કે લગ્નનો નિર્ણય લેતા પહેલા તેણે તેના બાળકો સાથે વાત કરી હતી. તેની પુત્રીએ કહ્યું, માતા, જો તમે ખુશ છો તો મને તમારા બીજા લગ્નથી કોઈ વાંધો નથી. હવે દિવ્યા અને તેના બાળકો બંને ક્રિસથી ખુશ છે અને તેમને પરિવારનો નવો સભ્ય મળ્યો છે.

મને લાગ્યું કે ક્રિસ માત્ર મજાક કરી રહ્યો છે

અભિનેત્રી દિવ્યા શ્રીધરનું કહેવું છે કે ક્રિસ સાથે લગ્ન તેના જીવનનો એક નવો અધ્યાય છે. તે ખુશ છે કે તેના જીવનમાં એક ભાગીદાર છે જે તેને અને તેના પરિવારને સમજે છે અને સ્વીકારે છે. દિવ્યાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે ક્રિસે તેને પ્રપોઝ કર્યું ત્યારે તેને લાગ્યું કે કદાચ તે ફ્લર્ટ કરી રહ્યો છે. તેણીએ કહ્યું, મને લાગ્યું કે ક્રિસ માત્ર મજાક કરી રહ્યો છે, પરંતુ પછી ધીમે ધીમે મને સમજાયું કે તે મારી સાથે લગ્ન કરવા માટે ખરેખર ગંભીર છે.

આ પણ વાંચો---Box Office Collection:'સિંઘમ અગેન' નાં વંટોળ સામે ભૂલ ભૂલૈયા 3 ધ્વસ્ત! કમાણીમાં નીકળી આગળ

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વિરોધ પ્રદર્શન દરમ્યાન રિપોર્ટર મહિલાને ગોળી વાગી, વીડિયો વાયરલ

featured-img
Top News

Gandhinagar : રાજ્યનાં રમત ગમત મંત્રી લંડનની મુલાકાતે, કોમનવેલ્થ ગેમ્સને લઈ યોજાઈ બેઠક

featured-img
Top News

Gujarat High Court Bomb threat: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો

featured-img
Top News

VADODARA : 'ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે' – મુખ્યમંત્રી

featured-img
જૂનાગઢ

Visavadar By election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.આર. પાટીલે ભાજપનો પ્રચાર શરૂ કર્યો

featured-img
Top News

PM Modi 3.0 : 'અમારી સરકારે અશક્ય લાગતા નિર્ણયો કર્યા' - જે.પી.નડ્ડા

×

Live Tv

Trending News

.

×