Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવું એ ગૃહની પરંપરા વિરુદ્ધ : કોંગ્રેસ સાંસદ

18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર (The first parliamentary session of the 18th Lok Sabha) સોમવારથી શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ભર્તૃહરિ મહતાબ (MP Bhartruhari Mahtab) ને લોકસભાના પ્રોટેમ સ્પીકર...
મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવું એ ગૃહની પરંપરા વિરુદ્ધ   કોંગ્રેસ સાંસદ

18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર (The first parliamentary session of the 18th Lok Sabha) સોમવારથી શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ભર્તૃહરિ મહતાબ (MP Bhartruhari Mahtab) ને લોકસભાના પ્રોટેમ સ્પીકર (Pro-tem Speaker of the Lok Sabh) તરીકે શપથ લેવડાવ્યા છે. હવે તેઓ લોકસભાની કામગીરીનું સંચાલન કરી રહ્યા છે. દરમિયાન, પ્રોટેમ સ્પીકર પદ માટે વિપક્ષના દાવેદાર રહેલા કોંગ્રેસના સાંસદ કે સુરેશે કહ્યું છે કે NDA એ વિપક્ષનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધને પ્રોટેમ સ્પીકર મહતાબના સહયોગ માટે વિપક્ષી નેતાઓના નામ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે સંસદની બહાર વિપક્ષી સાંસદોએ પણ હાથમાં બંધારણ લઈને પ્રોટેમ સ્પીકરનો વિરોધ કર્યો હતો.

Advertisement

પ્રોટેમ સ્પીકરને લઇ શરૂ થયો વિવાદ

કોંગ્રેસ સાંસદ કે સુરેશે કહ્યું કે મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવો એ ગૃહની પરંપરાની વિરુદ્ધ છે. કે સુરેશે કહ્યું કે, તેઓ ગૃહના સૌથી વરિષ્ઠ સાંસદ છે. જણાવી દઈએ કે કે સુરેશ 8 વખત સાંસદ રહી ચૂક્યા છે. મહતાબ 7 વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે કહ્યું કે, NDA સરકારે લોકસભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. નિયમ એવો હતો કે જે પણ સાંસદ વધુમાં વધુ વખત ચૂંટાયા પછી લોકસભામાં પહોંચ્યા હોય તેને પ્રોટેમ સ્પીકર બનાવવો જોઈએ. મહતાબ 7 વખત સાંસદ છે અને હું 8 વખત ચૂંટાયો છું. તેઓ ફરી એકવાર વિપક્ષનું અપમાન કરી રહ્યા છે. આથી INDIA ગઠબંધને પણ સહયોગી પેનલનો બહિષ્કાર કર્યો છે. જણાવી દઈએ કે નવી સરકારની રચના બાદ પ્રોટેમ સ્પીકરના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે આ પહેલી અથડામણ છે. મહતાબ 7 વખત કટકથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. કોડીકુનીલ સુરેશ, ટીઆર બાલુ, રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેનો પણ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે સુરેશ દલિત સમુદાયમાંથી આવે છે, તેથી તેમને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા નથી.

પહેલા જ દિવસે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ

સંસદ સત્રના પહેલા જ દિવસે વિપક્ષ અને સરકાર વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારનો સંઘર્ષ પહેલા દિવસે એટલે કે શપથ લેવાના દિવસે જોવા મળ્યો ન હતો. વડાપ્રધાન મોદીએ પણ સત્રની શરૂઆત પહેલા પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે 25 જૂને ઈમરજન્સીના કાળા દિવસની 50મી વર્ષગાંઠ છે.

Advertisement

પ્રોટેમ સ્પીકર કોણ હોય છે?

લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર હોવાને કારણે, સ્પીકર લોકસભાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બહુમતીના આધારે સ્પીકરની પસંદગી કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી સ્પીકરની પસંદગી ન થાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરને લોકસભાની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા માટે ચૂંટવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રોટેમ સ્પીકરને ટેમ્પરરી સ્પીકર પણ કહેવામાં આવે છે. બંધારણમાં પ્રોટેમ સ્પીકરના પદનો ઉલ્લેખ નથી, પરંતુ સંસદીય બાબતોના મંત્રાલયના મેન્યુઅલમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક અને શપથનો ઉલ્લેખ છે.

પ્રોટેમ સ્પીકર કેવી રીતે પસંદ કરવામાં આવે છે?

સંસદીય બાબતોના મંત્રાલયના નિયમો અનુસાર, નવી લોકસભા દ્વારા સ્પીકરની નિમણૂક ન થાય ત્યાં સુધી, રાષ્ટ્રપતિ સ્પીકરની જવાબદારીઓ નિભાવવા માટે ગૃહના સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરે છે. પ્રોટેમ સ્પીકરની પ્રાથમિક ફરજ નવી લોકસભાના સભ્યોને પદના શપથ લેવડાવવાની છે. નિયમો અનુસાર, સાંસદોને શપથ લેવડાવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા ત્રણ અન્ય લોકસભા સાંસદોની પણ નિમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીતે, સંસદના સૌથી વરિષ્ઠ સાંસદને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે, પરંતુ તેમાં અપવાદો હોઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - First Session of 18th Lok Sabha : પ્રોટેમ સ્પીકર બન્યા ભર્તુહરિ મહતાબ, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

આ પણ વાંચો - Parliament : નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે લોકસભાના સત્રની થશે શરુઆત

Tags :
Advertisement

.