Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં થશે પાકિસ્તાન જેવી, વિપક્ષે આવતા સપ્તાહે સંસદમાં બહુમતી સાબિત કરવાનો કર્યો દાવો

શ્રીલંકા હાલમાં 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન રાજપક્ષે પરિવાર પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે અને હજારો વિરોધીઓ છેલ્લા 22 દિવસથી રાષ્ટ્રપતિ સચિવાલયની બહાર કાયમી ધોરણે ધામા નાખ્યા છે. શ્રીલંકાની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. દેશનું અર્થતંત્ર ભાંગી ગયું છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી શ્રીલંકન સરકારને વધુ એક
શ્રીલંકામાં થશે પાકિસ્તાન
જેવી  વિપક્ષે આવતા સપ્તાહે સંસદમાં બહુમતી સાબિત કરવાનો કર્યો દાવો

શ્રીલંકા હાલમાં 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા
બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન
રાજપક્ષે પરિવાર પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે અને હજારો
વિરોધીઓ છેલ્લા
22 દિવસથી રાષ્ટ્રપતિ
સચિવાલયની બહાર કાયમી ધોરણે ધામા નાખ્યા છે.
શ્રીલંકાની હાલત દિવસે
દિવસે ખરાબ થઈ રહી છે. દેશનું અર્થતંત્ર ભાંગી ગયું છે. આર્થિક મુશ્કેલીનો સામનો
કરી રહેલી શ્રીલંકન સરકારને વધુ એક મોટો ઝટકો લાગવાના અણસાર દેખાઈ રહ્યા છે.
શ્રીલંકાની વિપક્ષી પાર્ટી એસજેબીના
વરિષ્ઠ નેતાએ શનિવારે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી રાજપક્ષે પરિવારની આગેવાની હેઠળની
સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન આવતા અઠવાડિયે સંસદમાં તેની બહુમતી સાબિત
કરશે. મીડિયામાં એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.

Advertisement


રાષ્ટ્રપતિ ગોટાબાયા
રાજપક્ષેએ વિપક્ષને વચગાળાની સરકાર બનાવવા માટે
225 સભ્યોની સંસદમાં 113 સાંસદોનું સમર્થન મેળવીને બહુમતી દર્શાવવા કહ્યું
છે. આ નેતાએ નિવેદન આપતા કહ્યું છે કે દરેક વ્યક્તિ જોશે કે આવતા અઠવાડિયે અમારી
પાસે બહુમતી હશે. રાષ્ટ્રપતિએ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને પછી સરકારના
સ્તંભો વચ્ચે બેલેન્સ સુનિશ્ચિત કરવા માટે બંધારણીય સુધારા કરવા જોઈએ. અન્ય
SJB સાંસદ મુજીબુર રહેમાન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાજર હતા.
તેમણે કહ્યું કે તેમની પાર્ટી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ માટે પણ દબાણ કરશે.

Advertisement


રાષ્ટ્રપતિ ગોટાબાયા
રાજપક્ષેએ શુક્રવારે ટાપુ રાષ્ટ્રમાં આર્થિક કટોકટીનો સામનો કરવા માટે સંસદમાં
પ્રતિનિધિત્વ કરતા તમામ રાજકીય પક્ષોને સામેલ કરતી સર્વપક્ષીય સરકાર બનાવવાનું
આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલયના મીડિયા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું
હતું કે "તેમણે પાર્ટીના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા દરમિયાન આ ઓફર કરી
હતી જેઓ હવે સંસદમાં સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે. જો કે
વર્તમાન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સર્વપક્ષીય સરકાર બનાવવા માટે
રાજીનામું આપશે કે કેમ તે સ્પષ્ટ નથી.

Advertisement

Tags :
Advertisement

.