Diwali 2024 માં બાળકોને આ રીતે સરળતાથી ફટાકડાથી દૂર રાખી શકાય છે
- બાળકોને વિવિધ સંબંધિઓને મળાવવા લઈ જવા જોઈએ
- Diwali ના દરેક કામમાં બાળકોને માતા-પિતા સહયોગી બનાવો
- પરિવારના વડીલ લોકો બાળકોની સાથે સમય પસાર કરે
Make children diwali happy without crackers : Diwali માં વિશ્વભરમાં ચોતરફ ખુશીઓ અને આનંદ જોવા મળે છે. પરંતુ આ ખુશીઓ અને આનંદના માહોલમાં પણ અનેકવાર ગમગીન માહોલ સર્જાઈ શકે છે. અને તેની પાછળનું કારણ ફટાકડા છે. કારણ કે... ફટાકડા ફોડતાની સમયે કેટલીકવાક અકસ્મિક બનાવો બનતા હોય છે. તેના કારણે આનંદમય માહોલ શોકમાં પરિવર્તન થતો હોય છે. બીજી તરફ ફટાકડાના કારણે વાતારણમાં પ્રદૂષણનું પણ પ્રમાણ વધતું હોય છે.
બાળકોને વિવિધ સંબંધિઓને મળાવવા લઈ જવા જોઈએ
Diwali ના સમયગાળામાં બાળકો સૌથી વધુ ફટાકડા ફોડવાને લઈને ઉત્સાહિત હોય છે. પરંતુ ફટાકડા બાળકોને આપવાથી તેમની ચિંતામાં વધારો થાય છે. તો કેટલીકવાર બાળકો આપમેળે ફટાકડા ફોટવાની પણ જીદ કરતા હોય છે. ત્યારે તેમની સાથે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે. પરંતુ અનેક એવી વસ્તુઓ છે જે બાળકોને ફટાકડાથી દૂર રાખી શકે છે. તે ઉપરાંત બાળકો આ બધી વસ્તુઓને જોઈને ખુશ પણ થાય છે.
આ પણ વાંચો: Diwali માં લાઈટ્સથી માનસિક તણાવ અને અસ્વાસ્થ્ય અનુભવાય છે, જાણો કેવી રીતે
Diwali ના દરેક કામમાં બાળકોને માતા-પિતા સહયોગી બનાવો
બાળકોને હંમેશા કંઈક નવું કરવાનું પસંદ હોય છે. અને જો બાળકોને રંગો આપવામાં આવે તો તેઓ તેમાંથી અનેક કલાત્મક વસ્તુઓ બનાવે છે. તેના કારણે તેમનો સમય તેમાં હદથી વધારે પસાર છે. અને Diwali ના સમયગાળામાં દરેક ઘરમાં રંગોળી તો બનાવવામાં આવે જ છે. તો માતા-પિતા રંગોળીમાં બાળકોને સહયોગી બનાવીને તેમને ફટાકડા જેવી વસ્તુઓથી દૂર રાખી શકો છો. તે ઉપરાંત પરિવારજનો એકસાથે બેસીને Diwali માં બાળકોની સામે નાના-નાની અને દાદા-દાદી તેમને લોકવાર્તાઓ અને દંતકથાઓ કહીને તેમનામાં સંસ્કૃતિનું સિંચન કરી શકે છે.
પરિવારના વડીલ લોકો બાળકોની સાથે સમય પસાર કરે
બાળકોને Diwali ના દિવસે રામાયણ અંગે જણાવીને તેમને એક એલગ રાહ ઉપર લઈ જવામાં મદદ કરી શકો છો. તે ઉપરાંત પરિવારના વડીલ લોકો બાળકોની સાથે સમય પસાર કરીને તેમને ગમતી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકે છે. તે ઉપરાંત Diwali માં જે કોઈપણ કાર્ય કરવામાં આવે, તેમાં બાળકોનો પૂરતો સહયોગ મેળવો. જેથી કરીને તેઓ ફટાકડાથી દૂર રહેશે. Diwali ના સમયે જ્યારે પાડોશીઓને અને સંબંધીઓને Diwali અંગે જે ભેટ અને કાર્ડ આપવામાં આવે છે. તેને જ્યારે તૈયાર કરાવામાં આવે છે, અથવા જ્યારે પરિવારના સભ્યો તેને આપવા માટે જાય છે. ત્યારે અચૂક બાળકોને પોતાની સાથે લઈ જવા જોઈએ. જેથી કરીને Diwali માં તેઓ વિવિધ નવા લોકો સાથે પરિચિત થાય છે.
આ પણ વાંચો: Diwali માં ઉત્સવમાં અહીંયા ઉજવાય છે Budhi Diwali, જાણો ઈતિહાસ