Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad શહેરમાં અકસ્માતોની ભરમાર! ફરી એક નિર્દોષ યુવતીને કાળ ભરખી ગયો

Ahmedabad: અમદાવાદમાં આખરે ક્યારે અકસ્માતોનો અંત આવશે? છાસવારે કોઈ અકસ્માત થાય છે અને તેમાં નિર્દોષનો જીવ જાય છે. આખરે કેમ આવા વાહન ચાલકો સામે કોઈ આકરા પગલા લેવામાં નથી આવતા? કે જેના કારણે માસુમોના અકાળે જીવ જાય છે. અકસ્માતોની ભરમાર...
10:58 PM Jul 11, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad News

Ahmedabad: અમદાવાદમાં આખરે ક્યારે અકસ્માતોનો અંત આવશે? છાસવારે કોઈ અકસ્માત થાય છે અને તેમાં નિર્દોષનો જીવ જાય છે. આખરે કેમ આવા વાહન ચાલકો સામે કોઈ આકરા પગલા લેવામાં નથી આવતા? કે જેના કારણે માસુમોના અકાળે જીવ જાય છે. અકસ્માતોની ભરમાર વચ્ચે ફરી એકવાર અમદાવાદ શહેરના ઓઢવ રીંગ રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં ટેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એક નિર્દોષ યુવતીનું અકાળે મોત થયું છે.

યુવતીનું ઘટના સ્થળે જ અકાળે થયું મોત

વિગતે વાત કરવામાં આવે તો એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ મોત થઈ જતા પંથકમાં અત્યારે એરેરાટી વ્યાપી છે. મળતી વિગતો પ્રમાણે લેબ ટેકનીશીયન તરીકે કામ કરતી માનસી સગર નામની યુવતીનું ઘટના સ્થળે જ અકાળે મોત થયું છે. યુવતી ઓફિસેથી પોતાના ઘરે જઈ રહીં હતી તે સમયે આ ઘટના બની હતી. માનસી સગર નામની યુવતી નિકોલના ઉતમનગર વિસ્તારમાંથી પસાર થઈ રહીં હતી ત્યારે આ ઘટના બની હતી.ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ છાસવારે થતા અકસ્માતો ક્યારે અટકશે?

અહીં પ્રશ્ને એ થાય છે કે, આ છાસવારે થતા અકસ્માતો ક્યારે અટકશે? કારણ કે, આ જે યુવતીનું મોત થયું છે તે માનસી સગરની 21 તારીકે સગાઈ થવાની હતી. ઘણા સમયથી પ્રેમલગ્ન માટે પોતાના પરિવારને મનાવી રહીં હતી. આખરે ઘણા સમય બાદ તેનો પરિવાર પ્રેમલગ્ન માટે માની ગયો પરંતુ માનસીને ક્યા ખબર હતી કે, તેને આમ પોતાના ભાવી ભરથાર સાથે સગાઈ કર્યા પહેલા અકાળે મોતને ભેટવું પડશે? તેણે તો પોતાના નવા જીવનના અભરખા સેવી રાખ્યા હતા. પણ કદાચ કુદરતને પસંદ નહીં હોય! આખરે કેમ દર વખતે આવા વાહન ચાલકોના પાપે નિર્દોષ લોકોના મોત થતા રહેશે? આમાં કોઈ આકરા પગલા લેવાશે કે કેમ? આખરે હજૂ કેટલા જીવ આ રીતે અકાળે જશે?

આ પણ વાંચો: રાજકીય હુંસાતુંસીમાં ફસાય છે ખોડલધામ: જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામસામે

આ પણ વાંચો: Ahmedabad: પરિવારે કર્યું પોતાની જ દીકરીનું અપહરણ! યુવતી પુખ્ત વયની હતી છતાં પણ…

આ પણ વાંચો: Bhavnagar: એએએ…ગઈ! જોત જોતામાં નદીનો તેજ પ્રવાહ કારને તાણી ગયો

Tags :
AccidentAccident CaseAhmedabad AccidentAhmedabad Accident CaseAhmedabad Accident NewsAhmedabad Latest NewsAhmedabad NewsGujarati Newslocal news
Next Article