Ahmedabad Accident Case : મધરાતે વિશ્વ સુતુ હતું ત્યારે Gujarat First હતું Alert..!
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ રિન્ક્ટ્રક્શન માટે જગુઆર, થાર અને ડમ્પરને લવાયા સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કરાયુ મોડી રાત સુધી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ FSL ટીમ અને પોલીસ અધિકારીઓ રહ્યાં હાજર મધરાતે પણ ગુજરાત ફર્સ્ટની ટીમ...
- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ
- રિન્ક્ટ્રક્શન માટે જગુઆર, થાર અને ડમ્પરને લવાયા
- સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કરાયુ
- મોડી રાત સુધી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ
- FSL ટીમ અને પોલીસ અધિકારીઓ રહ્યાં હાજર
- મધરાતે પણ ગુજરાત ફર્સ્ટની ટીમ એલર્ટ
- આ કેસમાં જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અમે એલર્ટ અને અડિખમ રહીશું
- વિશ્વ સુતુ હતું ત્યારે અમારા સંવાદદાતાએ લાઇવ રિપોર્ટિંગ કર્યું
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા. સમગ્ર ઘટના બાદ પોલીસે નબીરા તથ્ય પટેલને ઝડપી લઇને તેને 3 દિવસના રિમાન્ડ પર લીધો છે ત્યારે સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન (LIVE reconstruction) કર્યું હતું. FSL ટીમ અને પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની ટેકિનકલ પાસા સહિતની માહિતીની તપાસ કરી હતી.
મધરાતે પણ ગુજરાત ફર્સ્ટની ટીમ એલર્ટ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ધનાઢ્ય નબીરા તથ્ય પટેલે લીધેલા 10 નિર્દોષ વ્યકતિઓના જીવ બાદ ગુજરાત ફર્સ્ટે પ્રણ લીધુ હતું કે અમે આ ઘટનાનું પળેપળનું અપડેટ આપીશું અને આ કેસમાં જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અમે એલર્ટ અને અડિખમ રહીશું. અને એટલે જ જ્યારે શુક્રવારે મધરાતે વિશ્વ આખુ સુતુ હતું ત્યારે ઇસ્કોન બ્રિજ પોલીસે કરેલા લાઇવ રિકન્સ્ટ્રક્શનનું અમારા સંવાદદાતાએ લાઇવ રિપોર્ટીંગ કર્યું હતું.
તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં10 વ્યકતિના મોત થયા હતા. આ ઘટનામાં તથ્ય પટેલ નામના જેગુઆર કાર ચાલક અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. શુક્રવારે સાંજે બંનેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા અને પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડ માગવામાં ના આવતા તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો જ્યારે અદાલતે વિવિધ મુદ્દાની તપાસ માટે આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સમગ્ર ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન
દરમિયાન આ કેસને મજબૂત બનાવવા માટે પોલીસે કમર કસી છે અને વિવિધ મુદ્દાની તપાસ કરાઇ રહી છે. શુક્રવારે મોડી રાત્રે FSL ટીમ અને પોલીસ અધિકારીઓ ઇસ્કોન બ્રિજ પર જ્યાં અકસ્માત બન્યો હતો ત્યાં પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું હતું. રિકન્ટ્રક્શનમાં સૌ પ્રથમ થાર અને ડમ્પર લવાયું હતું અને બંને વચ્ચે અકસ્માત થયો હોય તેવું દ્રષ્ય ઉભુ કરાયું હતું. ત્યારબાદ જેગુઆર કારને એટલી જ સ્પીડમાં લાવવામાં આવી હતી અને અકસ્માત કઇ રીતે બન્યો તેના એક એક પાસાને બારીકાઇથી સમજવામાં આવ્યા હતા.
મોડી રાત સુધી ઘટનાને સમજવામાં આવી
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તપાસ માટે રચાયેલી તપાસ ટીમના સભ્યો અને એફએસએલ અધિકારીઓએ સમગ્ર બનાવનું રિકન્ટ્રક્શન કરી અકસ્માત કેવી રીતે સર્જાયો હશે તેના ટેક્નિકલ પાસા સહિતના વિવિધ પાસાની તપાસ કરી હતી. મોડી રાત સુધી ઘટનાને સમજવામાં આવી હતી.
તમામ ફોરેન્સીક પુરાવા એકત્ર કરાયા
અકસ્માત સમયે બ્રિજ પર લાઇટ ન હતી તેથી જેગુઆર કારની લાઇટ કેટલે સુધી પહોંચે છે તે માટે મેજરમેન્ટ કરીને પણ તપાસ કરવામાં આવી હતી. આ તમામ તપાસના અંતે પોલીસ મજબૂત કેસ તૈયાર કરવાના પ્રયાસ કરી છે જેથી તમામ ફોરેન્સીક પુરાવા એકત્ર કરી શકાય. અકસ્માત સમયે ઉભું રહેલું ટોળુ કઇ રીતે ઉભુ હતું તે ઘટનાને પણ સમજવામાં આવી હતી. ખાસ તો અકસ્માત સમયે ટોળુ બ્રિજ પર ઉભુ હતું અને જેગુઆર કાર આવે ત્યારે ટોળુ દેખાય છે કે કેમ તેનું પણ બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્યા અંતરેથી ગાડીને બ્રેક લગાવવી શક્ય હતી તેને પણ સમજવામાં આવ્યું હતું.
Advertisement