Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Accident : અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બોપલમાં બેફામ ચાલતી કારના ચાલકે યુવકને કચડતા મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઇસ્કોન, મણીનગર બાદ હવે બોપલથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, બોપલવિસ્તારમાં આજે સવારે એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. અને બાઈક ચાલકનું મોત નીપજ્યું છે....
ahmedabad accident   અમદાવાદમાં અકસ્માતોની વણઝાર  બોપલમાં બેફામ ચાલતી કારના ચાલકે યુવકને કચડતા મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઇસ્કોન, મણીનગર બાદ હવે બોપલથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, બોપલવિસ્તારમાં આજે સવારે એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. અને બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ કર ચાલક ફરાર થઇ જતા બોપલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

પ્રાપ્ત જાણકારી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં આજે સવારે એક કારચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો. બાઈકને પાછળથી ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.

Advertisement

આ સમગ્ર મામલે બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસ આ મામલે ગુનો દાખલ કર CCTV અને અન્ય પુરાવાઓ એકઠા કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

Advertisement

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી આ શખ્સે યુવતીને કરી બદનામ, જાણો પૂરી વિગત

Tags :
Advertisement

.