Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election : ગુજરાતના આ ગામમાં ફરી થશે મતદાન

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો ત્રીજો તબક્કો ભલે પૂર્ણ થઇ ગયો હોય પણ દાહોદ લોકસભા બેઠક (Dahod Lok Sabha seat) પર બૂથ કેપ્ચરિંગ (Booth Capturing) નો મામલો હવે ગરમાયો છે. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મહિસાગરમાં...
03:00 PM May 09, 2024 IST | Hardik Shah
Daho Booth Capturing

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો ત્રીજો તબક્કો ભલે પૂર્ણ થઇ ગયો હોય પણ દાહોદ લોકસભા બેઠક (Dahod Lok Sabha seat) પર બૂથ કેપ્ચરિંગ (Booth Capturing) નો મામલો હવે ગરમાયો છે. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામ (Parthampura Village) માં બૂથ કેપ્ચરિંગ (Booth Capturing) ની ઘટના બાદ હવે કેન્દ્રીય ચૂંટણી પંચે (Central Election Commission) મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા પરથમપુરા ગામમાં ફરી મતદાન (Voting) નો આદેશ આપવામાં આવ્યો છે.

બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ એક્શન

દાહોદમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં બુથ કેપ્ચરિંગની ઘટનાનો વીડિયો વાયરલ થતાં એક નવો વિવાદ ઊભો થયો હતો. દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના પરથમપુર ગામમાં 11 મી મે ના રોજ ફરી મતદાન થશે. આ મામલે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે જ્યારે ફરજ પર હાજર કર્મચારીઓને કારણદર્શાવો નોટિસ આપવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપ (BJP) નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કરી બોગસ વોટિંગ (bogus voting) કર્યાંની ઘટનાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કર્યું હતું. આ મામલે દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે (Dr. Prabhaben Taviyad) કલેક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે, હવે પોલીસે ભાજપ (BJP) નેતાના પુત્રની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જણાવી દઇએ કે, ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ( Vijay Bhabhor) અન્ય લોકો સાથે મળી બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું અને ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ આખી ઘટના લાઇવ પણ કરી હતી. માહિતી મુજબ, વિજય ભાભોરે બૂથના અધિકારી અને કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી અને EVM પોતાના સાથે લઇ જવાની પણ ધમકી આપી હતી. કાયદા કે ચૂંટણી પંચનો (Election Commission) જાણે કોઈ ખોફ જ હોય તેમ ભાજપ નેતાના પૂત્રે બુથને હાઇજેક કર્યું હતું.

આ પણ વાંચો - Dahod : બોગસ વોટિંગનું સો. મીડિયા પર LIVE કરી BJP નેતા પુત્રે કહ્યું- EVM મારા બાપનું છે…!

આ પણ વાંચો - Amreli : મતદાન કરી યુવકે કર્યું એવું કામ, થઈ ગઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો ?

Tags :
Bogus Votingbogus voting in Gujaratbooth capturingDahodDahod Lok Sabha SeatDahod NewsElection 2024Gujarat BJPGujarat booth capturingGujarat Election 2024Gujarat FirstGujarat Lok Sabha ElectionGujarat Lok Sabha pollsGujarat Newsgujarat votingGujarati Newsloksabha electionloksabha election 2024Mahisagar Newsmy vote my rightprathampura booth repollingsantrampur newsVoteVotingvoting day
Next Article