Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની થશે ટક્કર

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) હવે ગણતરીનો સમય બાકી છે. થોડા દિવસોમાં ચૂંટણી તારીખો (Election Dates) ની જાહેરાત થઇ જશે. ત્યારે પાર્ટીઓ ક્યા કયો ઉમેદવાર રાખવો તેની તૈયારીઓ કરી રહી છે. ભાજપ (BJP) ની જો વાત કરીએ તો આજે પાર્ટીએ...
lok sabha election 2024   ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની થશે ટક્કર

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) હવે ગણતરીનો સમય બાકી છે. થોડા દિવસોમાં ચૂંટણી તારીખો (Election Dates) ની જાહેરાત થઇ જશે. ત્યારે પાર્ટીઓ ક્યા કયો ઉમેદવાર રાખવો તેની તૈયારીઓ કરી રહી છે. ભાજપ (BJP) ની જો વાત કરીએ તો આજે પાર્ટીએ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી (second list of candidates) જાહેર કરી દીધી છે. ભાજપે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદી જોઈને ઘણા વરિષ્ઠ નેતાઓને મોટો આંચકો લાગ્યો છે. તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. અગાઉ ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઘણા મજબૂત નેતાઓની ટિકિટ કાપીને તેમને ચોંકાવી દીધા હતા.

Advertisement

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો આમને-સામને

ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી ભાજપે કુલ 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમા એવી 7 બેઠકો છે જેમા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમા કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા કે જેમને રિપિટ કરાયા છે. જ્યારે કોંગ્રેસે નીતિશ લાલનને આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. બનાસકાંઠામાં ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ (પશ્ચિમ) માં ભાજપમાંથી દિનેશ મકવાણા અને કોંગ્રેસમાંથી ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરમાં ભાજપમાંથી મનસુખ માંડવિયા અને કોંગ્રેસમાંથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડમાં ભાજપમાંથી ધવલ પટેલ અને કોંગ્રેસમાંથી અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ (પૂર્વ) માં ભાજપમાંથી હસમુખ પટેલ અને કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. બારડોલી બેઠક પરથી ભાજપમાંથી પ્રભુભાઈ વસાવા અને કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.

આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસની ટક્કર થશે

કચ્છ બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

Advertisement

કોણ છે વિનોદ ચાવડા ? (ભાજપ)

કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા 2019 માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. વિનોદ ચાવડાને ધરખમ નેતા માનવામાં આવે છે. વિનોદ ચાવડાએ વર્ષ 2010 માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કર્યો હતો. તેઓ વ્યવસાયે એડવોકેટ છે. તેઓ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. વર્ષ 2014માં કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ આશરે 2.5 લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2019માં 6.37 લાખથી વધુ મત મેળવી જીત મેળવી હતી.

Advertisement

વિનોદ ચાવડા vs નીતિશ લાલણ

કોણ છે નિતીશ લાલન ? (કોંગ્રેસ)

કચ્છ બેઠક પરથી જ્યા ભાજપે વિનોદ ચાવડાને રિપિટ કર્યા છે ત્યારે કોંગ્રેસે આ બેઠક પરથી એક યુવા ચહેરાને તક આપી છે. કચ્છ બેઠક પરથી કોંગ્રેસે નીતિશ લાલણને ટિકિટ આપી છે. નીતિશ લાલણ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે સતત કાર્યરત રહ્યા છે. તેઓ વર્ષ 2012માં કોંગ્રેસના સભ્ય તરીકે જોડાયા હતા. મતદાન એજન્ટ તરીકે જમીનીસ્તર પર કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં બૂથનું સંચાલન પણ સંભાળ્યું છે. હાલમાં તેઓ પૂર્વ કચ્છ જિલ્લા ભારતીય યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે. ગાંધીધામ એસેમ્બલી ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે.

બનાસકાંઠા બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

કોણ છે રેખાબેન ચૌધરી ? (ભાજપ)

બનાસકાંઠા બેઠ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે આ વખતે બનાસકાંઠાની બેઠક માટે ડૉ.રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તેમણે છેલ્લા 20 વર્ષથી ઈજનેરી કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી છે. તેઓ બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈના પૌત્રી છે. તેમનો પૂરો પરિવાર પહેલાથી જ ભાજપ સાથે સંકળાયેલો છે. રેખાબેનના પતિ હિતેશ ચૌધરી જિલ્લા મહામંત્રી છે. હવે જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે M.sc, M.Phil અને મેથેમેટિક્સમાં Ph.D કરેલું છે.

ડૉ.રેખાબેન ચૌધરી vs ગેનીબેન ઠાકોર

કોણ છે ગેનીબેન ઠાકોર ? (કોંગ્રેસ)

કોંગ્રેસે હવે ગેનીબેન ઠાકોર (GENIBEN THAKOR) ને ભાજપના શિક્ષિત ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરી સામે ઉતાર્યા છે. તેઓ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે. તેઓ રાજકીય અને સામાજિક પ્રભાવ ધરાવે છે. ગેનીબેન ઠાકોર 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેમણે વાવ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા. ગેનીબેન ઠાકોર પોતાના બેબાક અંદાજ અને શાંબ્દિક પ્રહારો માટે ઘણા જાણીતા છે. તેમણે ઘણીવાર દારૂના દૂષણ સામે અભિયાન પણ ચલાવ્યું હતું. હાલમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતક્ષેત્ર પૈકી 4 પર ભાજપ, 2 કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે. અહીંના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો. ચૌધરી, ઠાકોર મતદારોનો પ્રભાવ છે. ઉપરાંત આદિવાસી, પાટીદાર, દલિત, સવર્ણ મતદાર નિર્ણાયક ગણવામાં આવે છે.

અમદાવાદ (પશ્ચિમ) બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

કોણ છે દિનેશ મકવાણા ? (ભાજપ)

ભાજપે આ વખતે અમદાવાદ (પશ્ચિમ) બેઠક પરથી દિનેશ મકવાણાને ટિકિટ આપી છે. તેઓ મનપાના બે ટર્મ સુધી ડેપ્યુટી મેયર રહી ચુક્યા છે. વર્ષ 2005 થી 2008 અને 2018 થી 2020 સુધી તેઓ ડેપ્યુટી મેયર રહ્યા હતા. દિનેશ મકવાણા વર્ષ 2013 થી 2021 સુધી અમદાવાદ ભાજપ SC મોરચાના પ્રમુખ રહ્યા હતા. તાજેતરમાં તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રવક્તા છે. તેઓ મનપાની અનેક કમિટીઓમાં ચેરમેન અને સભ્ય રહ્યા હતા. 1995 થી કુલ 4 ટર્મ સુધી સૈજપુર બોઘા વોર્ડથી કોર્પોરેટર રહ્યા છે. તેઓ 1987 થી ભાજપમાં સક્રિય છે.

દિનેશ મકવાણા vs ભરત મકવાણા

કોણ છે ભરત મકવાણા ? (કોંગ્રેસ)

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણાની પસંદગી કરેવામાં આવી છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનમાં ઘણા સમયથી સક્રિય કામગીરીમાં હતા. તેઓ ધારાસભ્ય તરીકે 1998 માં સોજીત્રા બેઠકથી ચૂંટાયેલા હતા.

પોરબંદર બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

કોણ છે મનસુખ માંડવિયા ? (ભાજપ)

પોરબંદરની બેઠક પરથી ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી તેમના પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મનસુખ માંડવિયા અત્યંત સ્વચ્છ નેતાની છબી ધરાવે છે. લોકો તેમને ખૂબ પસંદ કરે છે. ગુજરાતમાં તેઓ જનજાગૃતિ લાવવા અને લોકોની માંગણીઓ પૂર્ણ કરવામાં હંમેશા આગળ રહે છે. તેમનો જન્મ 1 જુલાઈ 1972 ના રોજ ભાવનગરમાં થયો. તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત ABVP થી કરી હતી. માંડવિયા એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે પોતાનો અભ્યાસ સરકારી શાળામાં કર્યો હતો. તેમને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્યનું બિરુદ (28 વર્ષની ઉંમરે) મળ્યું હતું. વર્ષ 2002 માં તેઓ પાલીતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. વર્ષ 2016 માં તેઓ પ્રથમ વખત કેન્દ્રિય મંત્રી બન્યા હતા.

મનસુખ માંડવિયા vs લલિત વસોયા

કોણ છે લલિત વસોયા ? (કોંગ્રેસ)

12 માર્ચના રોજ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી જેમા પોરબંદરથી તેમણે લલિત વસોયાને ટિકિટ આપી છે. કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ વાય બી.કોમનો અભ્યાસ કર્યો હતો.

વલસાડ બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

કોણ છે ધવલ પટેલ ? (ભાજપ)

વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપે આ વખતે ધવલ પટેલને ટિકિટ આપી છે. બુધવારે ભાજપ દ્વારા ગુજરાત માટે લોકસભાની 7 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમા વલસાડ બેઠક માટે ધવલ પટેલ પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. ધવલ પટેલના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે SVNIT સુરતમાંથી B.Tech અને સિમ્બાયોસિસ પુણેમાંથી MBA કર્યું છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયર તરીકે IBM, Capgemini અને Accentureમાં કામ કર્યું છે. તેમણે અમેરિકા, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ કામ કર્યું હતું. તેમણે 2021 માં નોકરી છોડી દીધી અને ભાજપ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે. તેઓ ધોડિયા પટેલ આદિવાસી સમુદાયના છે.

ધવલ પટેલ vs લલિત વસોયા

કોણ છે અનંત પટેલ ? (કોંગ્રેસ)

વલસાડ બેઠક ઉપર કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય ઉમેદવાર અનંત પટેલને ટિકિટ આપી છે. લોકસભાની વલસાડ બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે અનંત પટેલની જાહેરાત કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, વલસાડ બેઠકમાં આવતી વાંસદા વિધાનસભાની બેઠક ઉપર અનંત પટેલ બે ટર્મથી ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં લગભગ કોંગ્રેસનો સફાયો થયો છતાં અનંત પટેલ 33 હજારથી વધુ લીડથી ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય પદે વિજેતા રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી લોક પ્રશ્નોનો અવાજ ઉઠાવી નવસારી જિલ્લો જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લોકપ્રિય થયા છે.

અમદાવાદ (પૂર્વ) બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

કોણ છે હસમુખ પટેલ ? (ભાજપ)

હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ છે. અગાઉ તેઓ બે ટર્મ માટે અમદાવાદ મ્યુનિસિપિલમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2019માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળતાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ સ્વચ્છ છબી ધરાવતા રાજનેતામાં ગણના પામે છે. ડીપ્લોમા ઈન ટેક્સટાઈલનો અભ્યાસ કરેલો છે. 17મી લોકસભામાં તેઓએ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઓન વોટર રિસોર્સમાં સભ્ય તરીકે સેવાઓ આપી છે.

હસમુખ પટેલ vs રોહન ગુપ્તા

કોણ છે રોહન ગુપ્તા ? (કોંગ્રેસ)

અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરો અને એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવાનું નક્કી કરાયું છે. પુત્ર રોહન ગુપ્તા પૂર્વ સંસદીય સચિવ રાજકુમાર ગુપ્તાના પુત્ર છે. 48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નીભાવી છે તેમજ IT સેલના અધ્યક્ષ તરીકેનો પણ સારો એવો અનુભવ છે.

બારડોલી બેઠક પર આ બે ઉમેદવારોની થશે ટક્કર

કોણ છે પ્રભુ વસાવા ? (ભાજપ)

મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2007 માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે બે વખત ધારાસભ્ય પદનું સુકાન સંભાળ્યું હતું. વર્ષ 2014 માં પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણીમાં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. કાપડ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.

પ્રભુ વસાવા vs સિદ્ધાર્થ ચૌધરી

કોણ છે સિદ્ધાર્થ ચૌધરી ? (કોંગ્રેસ)

બારડોલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તાપી જીલ્લા પંચાયત વિપક્ષના નેતા સિધ્ધાર્થ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. તેઓ સહકાર ક્ષેત્રમાં સક્રિય છે, તેઓ સુમુલ ડેરીના ડીરેક્ટર છે અને અન્ય અનેક સહકારી સંસ્થાઓમાં સભ્ય છે. તેઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષીત અને સામાજીક નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી. અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આદિવાસી બાળકોને શિક્ષણ મળે તે માટે કાર્યરત છે.

આ પણ વાંચો - Lok Sabha Election 2024 : BJP એ ઉમેદવારોને લઈને મોડી રાત સુધી મંથન કર્યું, મોદી-શાહ રહ્યા હાજર…

આ પણ વાંચો - BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

આ પણ વાંચો - VADODARA : ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટીકીટ આપી, જાણો કયા કામોને પ્રાથમિકતા અપાશે

Tags :
Advertisement

.