ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shaktipeeth Ambaji : નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા

અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા આજે નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રાત્રે ચાચર ચોકમાં ભક્તો ગરબા રમતા જોવા મળ્યા મોટી સંખ્યામાં ભક્તોએ ગરબા...
08:53 AM Nov 02, 2024 IST | Vipul Pandya
Shaktipeeth Ambaji

Shaktipeeth Ambaji : આજથી વિક્રમ સંવત 2081 નો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji)માં લાખો માઇ ભક્તો આજે પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને નવુ વર્ષ સુખ અને શાંતિ તથા સમૃદ્ધિભર્યું રહે તેવી શુભકામના માતાજી સમક્ષ વ્યક્ત કરી હતી.

બેસતા વર્ષે શક્તિપીઠ અંબાજી બોલ માડી અંબે..ના નાદથી ગૂંજી ઉઠ્યું

બેસતા વર્ષે શક્તિપીઠ અંબાજી બોલ માડી અંબે..ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. નવા વર્ષના પ્રારંભે આજે લાખો માઇ ભક્તો અંબાજી ખાતે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં માઇ ભક્તોનો ધસારો મંદિરમાં જોવા મળી રહ્યો છે. ભક્તો માતાજીના દર્શન કરવા તલપાપડ જોવા મળ્ય હતા. માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ

દિપોત્સવના પર્વે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે તો મંદિર પરિસર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ભક્તો ચાચર ચોકમાં ગરબા રમતા પણ જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો----CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી

Tags :
AmbajiDIPOTSAVDiwaliDiwali 2024Happy New YearMai devoteesnew yearNew Year 2081ShaktipeethShaktipeeth AmbajiVikram Samvat 2081
Next Article